રાજકોટ જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી 108 સેવાના પ્રતિનિધિ ડોક્ટર્સ અને સ્ટાફ વિકટ પરિસ્થિતિનો સામનો કરીને પણ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે. જેના પરિણામે 108 સેવા આજ વિશ્વાસ અને ચોક્સાઈનો પર્યાય બની ચુકી છે. 108 માટે આવતા મોટાભાગના કોલ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. નવજાત શિશુઓને નિ:શુલ્ક સારવાર પૂરી પાડી 108 સેવા રાજ્યના લાખો નાગરિકો માટે જીવન રક્ષક (Rajkot 108 team saved a mother )બની છે. ક્રીટીકલ કેઈસમાં પણ ડોક્ટર્સની ઓનલાઈન મદદ મેળવી યોગ્ય સારવાર (Treatment in critical cases ) 108ના આરોગ્યકર્મીઓ દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો સુરતમાં 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી, ગાડીમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી
અત્યંત નાજુક સ્થિતિમાં પણ માતાનો જીવ બચાવ્યો અત્યંત નાજુક સ્થિતિમાં પણ માતાનો જીવ બચાવી હેમખેમ હોસ્પિટલ પહોંચાડ્યાના એક કેઈસ વિશે વિગતો આપતા રાજકોટ જિલ્લાના સુપરવાઈઝર વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, રાજકોટના શાપર-વેરાવળ ખાતે રહેતા કાજલબેન શૈલેશભાઈ સોલંકી, ઉ.વ. 26ને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરિજનોએ સત્વરે સારવાર માટે 108 માં કોલ કર્યો હતો. હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ત્વરિત પહોંચી ગઈ હતી. તે દરમિયાન પ્રસુતાને અસહ્ય વેદના થતા એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરવવાની ફરજ પડી હતી. ઈ.એમ.ટી. કીશન રાજાણીએ પાયલોટ ઘનશ્યામભાઈ આહિરની મદદ મેળવી સમયસુચકતા વાપરી ડો. ભાવિકની ઓનલાઈન મદદ મેળવી સફળ ડીલીવરી કરાવી હતી.
આ પણ વાંચો 15 વર્ષથી સતત સેવારત 108 એમ્બ્યુલન્સ માટે શું કહે છે આ પ્રધાન જૂઓ
પરિવારે 108ની ટીમનો આભાર માન્યો ડિલિવરી દરમિયાન સગર્ભાએ તંદુરસ્ત શિશુને જન્મ આપ્યા બાદ માતાને પોસ્ટપોર્ટમ હેમરેજ (Postpartum hemorrhage ) એટલે કે શરીરમાંથી વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઈ જતાં માતાની હાલત અંત્યત નાજુક થઈ ગઈ હતી. માતાને એમ્બ્યુલન્સમાં જ જરૂરી સારવાર પૂરી પાડી, વધુ સારવાર અર્થે હેમખેમ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેઓએ ઉમેર્યું હતું કે, 108 ટીમની સમયસુચકતાથી પોસ્ટપોર્ટમ હેમરેજ થયેલ માતાને પણ સમયસર સારવાર આપી મોતના મુખમાં જતા બચાવતા તેઓના પરિવારજનોએ 108ની સેવાનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માન્યો હતો તથા સરકાર દ્વારા શરૂ થયેલી 108ની ઉમદા સેવાને બિરદાવી હતી.