રાજકોટઃ અષાઢી બીજના દિવસે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેઘરાજાએ (Rain in Gujarat) પધરામણી કરી હતી. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં વરસ્યો હતો. વરસાદના પગલે રાજકોટ વર્તુળ હેઠળ આવતા સિંચાઈના 12 જેટલા જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 12 ડેમનો સમાવેશ થાય છે અને તેમાં પણ સૌથી વધુ મોતીસર (Water inflow in Rajkot reservoirs )ડેમમાં 9.84 ફૂટ નવા નીરની આવક થઇ છે.
નવા નીરની આવક - રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં(Reservoirs of Rajkot)છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે. જેમાં મોજ ડેમમાં 0.20 ફૂટ, ફોફળ ડેમમાં 2.49 ફૂટ, આજી - 3માં 0.16 ફૂટ, ન્યારી -2માં 1.31 ફૂટ, મોતીસર ડેમમાં 9.84 ફૂટ, છાપરવાડી - 1માં 3.94 ફૂટ, છાપરવાડી - 2માં 7.55 ફૂટ અને ભાદર -2માં 1.80 ફૂટ વધારો થયો છે.
આ પણ વાંચોઃ મોરબીમાં મચ્છુ-1 સહિત 6 ડેમ ઓવરફ્લો, એક વર્ષ સુધી જિલ્લાની પાણીની સમસ્યા થઈ દૂર
જળાશયોમાં પાણીની આવક - રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તાર પૈકી ભાદર ડેમ - 45 મી.મી., મોજ ડેમ – 30 મી.મી, ફોફળ ડેમ - 83 મી.મી., આજી – 1 ડેમ 25 મી.મી, સોડવદર ડેમ - 20 મી.મી, ડોંડી ડેમ - 40 મી.મી, વાછપરી ડેમ - 40 મી.મી, વેરી ડેમ - 85 મી.મી, મોતીસર ડેમમાં 90 મી.મી, લાલપરી ડેમમાં 30 મી.મી. વરસાદ થયો છે જ્યારે છાપરવાડી - 1 ડેમમાં 100 મી.મી. અને ભાદર - 2માં 30 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ સુરતમાં આખી રાત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઉકાઈ ડેમ હવે ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ દૂર
નર્મદા નીરની માંગણી કરવામાં આવી - સૌરાષ્ટ્રનાં 141 મોટા ડેમોમાં માત્ર 22 ટકા જેટલો પાણીનો જથ્થો રહ્યો છે ત્યારે મેઘરાજાએ અષાઢી બીજથી કૃપા વરસાવતા ખાલી ડેમો ફરી જીવંત બન્યા છે. ધીમે-ધીમે આ ખાલી થઇ રહેલા ડેમોમાં પણ નવા નીરની આવક થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પડતા આજી - 1 અને ન્યારી - 1માં નવા નીરની આવક થઇ નથી ત્યારે રાજકોટ વાસીઓને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે મનપા દ્વારા નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે. સાથે જિલ્લમાં આવેલા ડેમોમાં પણ ધીમે-ધીમે આવક વધી રહી છે જેથી ડેમોની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે.