રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ 10 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા ભારે વરસાદની અગાહીના પગલે કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ કર્મચારીઓની રજાઓ પણ રદ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટમાં 24 કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમા ગોઠણ સુધીના પાણી ભરાયા હતા.