રાજકોટ : ગોંડલમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે 4 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરના મુખ્ય માર્ગો અને ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા લોકોને વાહનવ્યવહાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત વરસાદને લઈને નવા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાયા હતા અને ગોંડલ અંડરબ્રિજ જાણે સ્વિમિંગ પુલ બન્યો હતો.
ગોંડલી નદીમાં વરસાદને લીધે પૂર આવી જતા ગોંડલ વોરાકોટડા રોડ પર બેઠા પુલ પર પાણી ફરી વળ્યાં હતા અને ગોંડલ અને વોરાકોટડા વચ્ચેનો વાહનવ્યવહાર બંધ થયો હતો.