રાજકોટ RTO ઓફિસમાં અરજદારો પાસેથી વધારે નાણાં કમાવવાની લાલચમાં કેટલાક એજન્ટો દ્વારા આ અરજદારોને બીજાના નામના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આપીને નવુ લાયસન્સ બનાવી આપતા હોવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. જેમાં એજન્ટોને 5 હજારથી માંડીને 25 હજાર સુધીનો વહીવટી કરતા હતા અને બોગસ ડોક્યુમેન્ટના આધારે જે અરજદાર ખરેખરમાં લાઇસન્સ મેળવવા માટેનો ક્વોલિફાઈ નથી તેવા અરજદારોને પણ અમુક નાણાં આપીને લાયસન્સ કાઢી આપવામાં આવતું હતું.
આ સમગ્ર કૌભાંડ મામલે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કુલ 4 ઇસમોની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે સ્કૂલના અલગ-અલગ બોગસ લિવિંગ સર્ટિફિકેટ, સિક્કાઓ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઈસમો દ્વારા 60 કરતા વધારે આ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટના આધારે લાઇસન્સ કઢાવી આપ્યા છે. જેની હાલ વધુ પૂછપરછ શરૂ છે.