ETV Bharat / state

ગોંડલ ચીફ ઓફિસરના પગ નીચે આવ્યો 'ગંદા પાણીનો રેલો'

રાજકોટઃ ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસરની કેબિન જ નહી, ચેમ્બર નહી પરંતુ છેક પગ સુધી ગંદા પાણીનો રેલો આવ્યો હતો, પાલિકાના જ પૂર્વ પ્રમુખે શહેરમાં ગટરનું પાણી ઉભરાતા તે પાણી લાવીને ચીફ ઓફિસરની કેબિન જ નહીં પરંતુ આખા પાલિકાના પટ્ટાંગણમાં દૂષિત પાણી વેળ્યું હતુ.

HD
author img

By

Published : Jul 1, 2019, 11:58 PM IST

ખરેખર ઘટના એવી છે કે ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં ગટરના પાણી અવાર-નવાર ઉભરાય છે. જે સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેના કારણે રોષે ભરાયેલા નગરપાલિકાના જ પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયાએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પાલિકામાં ગંદા પાણી સાથે ઘુસીને ચીફ ઓફિસરની કેબિન, ચેમ્બર અને પગ સુધી ગંદુ પાણી વેળ્યું હતુ. તેમજ સામાન્ય નાગરિકોના પગ નીચે ગંદુ પાણી આવતું હોય તો પાલિકા ઓફિસરના પગ નીચે પણ આવવું જોઈએ તેમ જણાવ્યું હતુ.

ગોંડલ ચીફ ઓફિસરના પગ નીચે આવ્યો 'ગંદા પાણીનો રેલો'

પાલિકામાં ગંદુ પાણી વેળતાની સાથે જ સમગ્ર પાલિકા કચેરી ગંદી થઈ હતી. જેના કારણે તમામ કર્મચારીઓએ પેન ડાઉન હડતાલ શરૂ કરી દીધી હતી. બાદમાં વર્તમાન સત્તાધીશોએ ઘટનાને વખોળી કાઢી હતી, અને ચીફ ઓફિસરે પૂર્વ પાલિકા પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારપછી કર્મચારીઓએ કામકાજ શરૂ કર્યું હતુ.

આ ઘટના પછી પાલિકા વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે મહાદેવ વાડીમાં ભૂગર્ભ ગટરના કામ શરૂ થયા ત્યારે મનસુખભાઈ દ્વારા કામકાજ અટકાવડાવ્યું હતુ. તેમજ હાલમાં ચૂંટાયેલા કેટલાય સભ્યોએ પણ ભૂગર્ભ ગટર યોજનાનો વિરોધ કર્યો હતો.

પ્રમુખ પદ વેળાએ શિસ્તના આગ્રહી મનસુખભાઈ સખીયાએ ગેરશિસ્ત આચરતાં પાલિકા વર્તુળોમાં ચકચાર મચી હતી.

Intro:એન્કર :- રાજકોટ જિલ્લા ના ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર ની ચેમ્બરમાં પાલિકાના જ પૂર્વ પ્રમુખ દ્વારા મહાદેવ વાડીમાં ઉભરાતા ગટરોના પાણી પ્રશ્ને ચીફ ઓફિસરના પગ પર ગટરના ગંદા પાણી રેળાતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને વીજળીક હડતાલ પાડી હતી અલબત્ત સત્તાધીશોએ પણ ઘટનાને વખોડી કાઢતા અને ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાતા કર્મચારીઓ કામે ચડ્યા હતા.

વિઓ :- ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા દ્વારા મહાદેવ વાડી વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા હોય વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આજે પાલિકાના ચીફ ઓફિસર એચ કે પટેલ ની ચેમ્બર માં ઘુસી જઇ ચીફ ઓફિસરના પગ પર ગટરના ગંદા પાણી રેડતા સમગ્ર ઓફિસમાં ગંદા પાણીની રેલમછેલ થઈ જવા પામી હતી, ઘટનાને પગલે પાલિકાના તમામ કર્મચારીઓ "પેન ડાઉન" હડતાલ પર ઉતરી ગયેલ હતા. બાદમાં વર્તમાન સત્તાધીશોએ પણ ઘટનાને વખોડી કાઢતા અને ચીફ ઓફિસર દ્વારા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા તાજવીજ હાથ ધરાતા કર્મચારીઓ કામે લાગ્યા હતા.

ઘટના અંગે પાલિકા વર્તુળોમાં ચર્ચા થવા લાગી હતી કે જે તે સમયે મહાદેવ વાળીમા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર ના કામ હાથ ધરાયા ત્યારે ખુદ મનસુખભાઈ સખીયા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. અને હાલમાં ચૂંટાયેલ કેટલાક સદસ્યોએ પણ મનસુખભાઈ ને ભૂગર્ભ ગટરનું કામ અટકાવવા સમર્થન આપ્યું હતું.

પ્રમુખ પદ વેળાએ શિસ્તના આગ્રહી એવા મનસુખભાઈ સખીયાએ ગેરશિસ્ત આચરતાં પાલિકા વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી અવનવા વિરોધ કરવા માટે મનસુખભાઈ સખીયા શહેરમાં જાણીતા છે અને તેઓનો "ઠોકો તાલી" તકિયા કલામ સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રસિદ્ધ છે.
Body:બાઈટ - ૦૧ - મનસુખભાઇ સખીયા (પૂર્વ પ્રમુખ ગોંડલ નગરપાલિકા)

બાઈટ - ૦૨ - એચ.કે.પટેલ (ચીફ ઓફિસર ગોંડલ નગર પાલિકા)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.