ETV Bharat / state

રાજકોટમાં દારૂની મહેફિલમાં જનતા રેડ, 8થી વધુ શખ્સોને પૂરી દીધા - રાજકોટમાં દારૂની મહેફિલ

રાજકોટના નિર્મલા રોડ(Wine Party in rajkot) નજીક તિરુપતિનગર સોસાયટીમાં દારૂની પાર્ટી કરતા શખ્સ પર જનતાએ રેડ(Public raids on Enjoy Wine Party in rajkot) પાડી હતી. પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા(Womans Closed Home And Call Police At Rajkot) ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ(8 More Man Enjoy Wine Party in rajkot) માણી રહ્યા હતા. જનતા રેડમાં 6 જેટલા શખ્સો ભાગી ચૂક્યા હતા અને બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

તિરુપતિ નગરમાં દારૂની મહેફિલ માણતા શખ્સો પર સ્થાનિકો દ્વારા રેડ

author img

By

Published : Dec 25, 2022, 6:02 PM IST

તિરુપતિ નગરમાં દારૂની મહેફિલ માણતા શખ્સો પર સ્થાનિકો દ્વારા રેડ

રાજકોટ: ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે ત્યારે બીજી તરફ દારુબંધી માત્ર કાગળ પર હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. રાજકોટના નિર્મલા રોડ નજીક આવેલા તિરુપતિ નગરમાં દારૂની મહેફિલ માણતા શખ્સો(8 More Man Enjoy Wine Party in rajkot) પર સ્થાનિકો દ્વારા રેડ (Public raids on Enjoy Wine Party in rajkot) પાડવામાં આવી હતી.

દારૂની મહેફિલમાં જનતા રેડ: તિરૂપતિ નગર સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં 8 જેટલા શખ્સો દારૂની મહેફિલ(Wine Party in rajkot) માણી રહ્યા હતા. જે દરમિયાન પાડોશમાં રહેતી મહિલાઓએ શખ્સોને તેમના ઘરમાં જ તાળું મારી(Womans Closed Home And Call Police At Rajkot) પૂરી દીધા હતા. બાદમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. ઘરમાં 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જનતા રેડમાં 6 જેટલા શખ્સો ભાગી ચૂક્યા હતા અને બે શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો: 31 ડીસેમ્બરની ઉજવણી માટે દારૂ ભરેલ ટ્રક માળિયાથી ઝડપાયો

દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે: આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા. સોસાયટીની મહિલાઓ આજે રોષે ભરાઈ હતી. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળું મારી દીધું હતું. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: શિક્ષક રાક્ષસ બન્યો: દારૂ પીવાની ના પાડતા શિક્ષિકા પત્નીની કરી હત્યા

સ્થાનિકો ત્રાહિમામ: તિરુપતિ નગરમાં સ્થાનિકોએ આ મામલે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં નોકરી કરતા કશ્યપ ઠાકરનું આ મકાન છે. જ્યારે છેલ્લા છ મહિનાથી આ રહેણાક મકાનમાં કશ્યપ ઠાકર સહિતના લોકો અવારનવાર દારૂની મહેફિલો માણે છે અને સોસાયટીમાં આસપાસના લોકોને માનસિક ત્રાસ આપે છે. મકાનમાં જોર જોરથી અડધી રાત સુધી સ્પીકર પણ વગાડવામાં આવે છે અને સતત 24 કલાક લોકોની આ ઘરમાં અવરજવર રહે છે. રાતે પાર્ટી કરી ખોટેખોટા એરગનમાંથી ફાયરિંગ કરે છે. જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.