ETV Bharat / state

રાજકોટના ગોંડલની સબજેલમાં શિક્ષણનો એકડો ઘુટાયો, એક કેદી શિક્ષક બની અન્યને ભણાવશે

ગોંડલ જેલરની મિલીભગતથી બાહુબલી કેદીઓને સવલતો સાથે જલ્સાઘર બની બદનામ બનેલી ગોંડલની સબજેલમાં નવાં જેલર દ્વારા સાફ સફાઈ કરી કડક નિયમો સાથે હવે શિક્ષણનો એકડો ઘુટવાંનું અભિયાન શરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નિરક્ષર કેદીઓ અભ્યાસ કરતા થયાં છે. તેમજ એક કેદી તો શિક્ષકની ભુમિકા નિભાવી રહ્યો છે.

Gondal
Gondal
author img

By

Published : Jan 6, 2021, 2:03 PM IST

  • ગોંડલ સબ જેલમાં 16 કેદીઓ ભણતા થયા
  • 3 કેદી આગામી બોર્ડની પરીક્ષા આપશે
  • દિવ્યરાજસિંહ જાડેજા નામના કેદીએ કેદીઓને ભણાવવાની જવાબદારી લીધી
  • ગોંડલ ધારાસભ્યના પુત્રએ જેલમાં પાઠય પુસ્તકોની વ્યવસ્થા કરી આપી

ગોંડલઃ ગોંડલ જેલરની મિલીભગતથી બાહુબલી કેદીઓને સવલતો સાથે જલ્સાઘર બની બદનામ બનેલી ગોંડલની સબજેલમાં નવાં જેલર દ્વારા સાફ સફાઈ કરી કડક નિયમો સાથે હવે શિક્ષણનો એકડો ઘુટવાંનું અભિયાન શરું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નિરક્ષર કેદીઓ અભ્યાસ કરતા થયાં છે. તેમજ એક કેદી તો શિક્ષકની ભુમિકા નિભાવી રહ્યો છે.

યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ) જાડેજાએ સબજેલની મુલાકાત લઇ બંધીયાર દિવાલો વચ્ચે જીવતા કેદીઓને જ્ઞાન અને શિક્ષણનો સમન્વય મળી રહે તેવી લાગણી જેલર એલ.એમ.ગમારા સામે વ્યક્ત કરતાં જલસા જેલની બદનામી બાદ સબજેલને નવી દિશામાં લઇ જવાં પ્રયત્નશીલ જેલરે ઉત્સાહ દાખવ્યો હતો. જેલરે કેદીઓને શિક્ષણ આપવનું અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં અભણ એવાં સોળ કેદીઓ ભણતાં થયાં છે.

Etv Bharat
ગોંડલ સબ જેલ
ધારાસભ્યના પુત્રએ પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરી
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહે પાટી અને પેન ઉપરાંત પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાં ઉત્સુક કેટલાક કેદીઓને પ્રોત્સાહીત કરી તેમનાં માટે પુસ્તકોની વ્યવસ્થા કરી આપી છે.

જેલમાં રહેલ ગ્રેજ્યુએટ કેદીએ જ કેદીઓને ભણાવવાની લીધી જવાબદારી

બે થી ત્રણ કેદીઓ આગામી બોર્ડની પરીક્ષા પણ આપશે. જ્યારે દિવ્યરાજસિંહ જાડેજા નામનાં કેદી ગ્રેજ્યુએટ છે, જે નિરક્ષર કેદીઓને ભણાવવાની જવાબદારી સ્વીકારી શિક્ષકની કામગીરી બજાવશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ કરાવશે. જેલર ગમારા દ્વારા જેલ સુધારા અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.