ETV Bharat / state

2023માં રંગીલા રાજકોટને વધુ સુંદર બનાવવા કેટલાક રંગ ઉમેરાશે - રાજકોટ 2023

રંગીલા રાજકોટમાં 2022ને બાય બાય કેહવાના (Rajkot development operation) દિવસો છે, પરંતુ 2023માં શું નવું આપીને જશે. તે ETV Bharat આપને જણાવશે છે કે, 2023માં રાજકોટમાં ક્યા પ્રોજેક્ટ પૂર્ણ થઇ શકે છે. (projects 2023 in Rajkot)

2023માં રંગીલા રાજકોટને વધુ સુંદર બનાવવા કેટલાક રંગ ઉમેરાશે

author img

By

Published : Dec 30, 2022, 8:11 PM IST

રાજકોટ : શહેરની ભાગોળે નિર્માણ પામી રહેલા એઇમ્સમાં હોસ્ટેલ શરૂ (Rajkot development operation) થઈ ગઈ છે. તેમજ આગામી વર્ષ 2023માં એઇમ્સ ઓન સંપૂર્ણપણે શરૂ કરવામાં આવશે. રાજકોટ જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક 200 એકર વિશાળ જગ્યા પર અંદાજે 1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. એઈમ્સનું બાંધકામ હાલ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. હાલ બિલ્ડીંગોમાં કલર અને પ્લાસ્ટર બાકી છે. જેનું કામ પૂર્ણ જોશમાં શરૂ છે. (New Project 2023 in Rajkot)

પ્રોજેક્ટ
પ્રોજેક્ટ

PM મોદી હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ રાજકોટના ગ્રીન ફિલ્ડ હીરાસર એરપોર્ટની કામગીરી ગતિ આપવામાં આવી રહી છે. જેમાં આ એરપોર્ટના હંગામી ટર્મિનલનું કામ પૂર્ણતાના આરે છે. આગામી 15થી 20 દિવસમાં જ આ ટર્મિનલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જાન્યુઆરી માસમાં હીરાસર ખાતેનું એરપોર્ટ તૈયાર થઈ જશે. તેના ઉદઘાટન માટે વડાપ્રધાન આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. (projects 2023 in Rajkot)

રાજકોટને નવી 9 માળની હોસ્પિટલ મળશે રાજકોટમાં હોસ્પિટલ ચોક ખાતે વર્ષો જૂની જનાના હોસ્પિટલ હતી. જેને પાડીને ત્યાં નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ છે. જ્યારે ત્યાં પણ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે અહીં 9 માળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. તમામ અધતન ટેકનોલોજી સાથે આ જનાના હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. જે રાજકોટ વાસીઓને આગામી ફેબ્રુઆરી સુધીમાં મળે તેવી શક્યતાઓ છે. (Development in Rajkot 2022)

આ પણ વાંચો આગામી એક વર્ષમાં રાજકોટ એઇમ્સ સંપૂર્ણ થશે કાર્યરત: મનસુખ માંડવીયા

ગોંડલ રોડ ચોકડી બ્રિજનું કામ થશે પૂર્ણ રાજકોટની ગોંડલ રોડ ચોકડી પર 125 કરોડના ખર્ચે નિર્માણાધીન ટ્રાયેંગલ બ્રિજની એક સાઈડ ખુલ્લી મૂકી દેવાતા વાહનચાલકોને રાહત થવા પામી છે. ત્રણ વર્ષ પૂર્વે આ ટ્રાયેંગલ બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. જેની મોટાભાગની કામગીરી હવે પરિપૂર્ણ થતા આ બ્રિજની એકસાઇડ ખુલ્લી કરી દેવામાં આવી છે. જ્યારે વર્ષ 2023 સુધીમાં આ બ્રિજનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે. (Project in Rajkot)

આ પણ વાંચો રંગીલા શહેરમાં કરોડો રૂપિયાની ફાળવણી, પરંતુ કચરાના ઢગલા તો યથાવત્ જ

કાલાવડ રોડ પર બનતા બ્રિજનું કામ થશે પૂર્ણ રાજકોટના કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં અને કેકેવી ચોકમાં બનતા બે બ્રીજના કામ સમયે પૂરા કરવા ડે-નાઇટ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે જડ્ડુસ ચોક પર બ્રીજનું કામ 15 જાન્યુઆરી સુધીમાં પુરૂ કરવા મનપા કમિશનરે સાઇટ વિઝીટ લઇ કોન્ટ્રાકટર કંપનીને સૂચના પણ આપી છે. આ બ્રિજની કામગીરી 81 ટકા પૂર્ણ થયેલા છે અને બાકીનું કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. જેના કારણે રાજકોટવાસીઓ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. (Development Project in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.