રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે આ લોકડાઉનને સફળ બનાવવા માટે પોલીસ દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ પોલીસ અને SRPના જવાનો 24 કલાક ફરજ બજાવીને સત્તત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં બાર એસોસિએશન દ્વારા શહેરના નામાંકિત એવા ગણેશ ફોર્ડ અને એમ.જી મોટર્સ દ્વારા પોલીસને શહેરમાં પેટ્રોલીંગ માટે 8 જેટલી ગાડીઓ અર્પણ કરવામાં આવી છે.
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આ કાર આપવામાં આવી હતી. જેને લઈને આગામી દિવસોમાં પોલીસ ખાનગી વાહનોમાં પણ પેટ્રોલીંગ કરીને રાજકોટમાં બરોબર લોકડાઉનનું પાલન કરવી શકે, પોલીસ કમિશ્નર દ્વારા પણ મોટર્સના માલિકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટમાં પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ગ્રામ્યરક્ષક દળના જવાનો રસ્તાઓ પર ખડેપગે જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટની નામાંકિત સંસ્થાઓ દ્વારા આ પ્રકારની સહાય અર્પણ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.