ETV Bharat / state

Food Oil Prices: તેલમાં ભાવ વધારો તહેવાર બગાડશે, સિંગતેલના ભાવ 3000 માં 30 ઓછા - Oil Prices

આગામી દિવસોમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં આવી રહ્યા છે. એ પહેલા જ તેલનો ભાવ વધી ગયો. જોકે આ તહેવાર આવવાના કારણે મહિલાઓને તો માઠું પડશે તેની સાથે ફરસાણના વેપારીઓની પર કમર તૂટવાની છે. તહેવાર આવતા તેલના ભાવ વધે છે અને વચેટિયાઓ ફાવી જાય છે. સામાન્ય લોકોના જન જીવન પર ભારે અસર જોવા મળશે.

સીંગતેલના ભાવમાં ફરી વધારો, ડબ્બો 3 હજારની સપાટીએ પહોંચે તો નવાઈ નથી

author img

By

Published : Jul 13, 2023, 11:23 AM IST

રાજકોટ: ખાદ્યતેલ સહિત અનેક વસ્તુઓમાં સત્તત વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ સિંગતેલનો 15 કિલોનો ડબ્બો રૂ.2970ની આસપાસ પહોંચ્યો છે. જે ભાવ અગાઉ 2930ની આસપાસ હતો. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં રૂપિયા 50ની આસપાસ સીંગતેલના ભાવ વધ્યા છે. સીંગતેલના ભાવ વધતા અન્ય સાઈડ તેલના ભાવ પણ વધ્યા છે. જ્યારે ખાદ્યતેલના વેપારીઓ એવું માની રહ્યા છે કે જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમજ આ ભવમાં ઓન વધારો થવાની શક્યતાઓ છે.

"છેલ્લા એક અઠવડિયાથી સીંગતેલના ભાવ ઊંચકાયા છે. જ્યારે સીંગતેલની બજારમાં માંગ વધી છે. હાલ ચોમાસું હોય મગફળી પણ પિલાણમાં ઓછી આવી રહી છે. જેના કારણે આ ભાવ વધારો થયો હોવાનું લાગી રહ્યું છે. તેમજ દર વર્ષે તહેવાર દરમિયાન આ પ્રકારના ભાવ વધારા ખાદ્યતેલના જોવા મળ્યા હોય છે. સીંગતેલ સાથે કલાસિતા તેલના ભાવમાં પણ વધારો થયો છે. હાલ કપાસિયા તેલનો 15 કિલોનો ડબ્બો 1720ની આસપાસ પહોંચ્યો છે. એવામાં મુખ્ય તેલના ભાવ વધતા અન્ય સાઈડ તેલના ભાવ પણ ઉકચાયા છે. એવામાં હજુ પણ આ ભાવ વધે તેવી પણ પુરે પૂરી શક્યતાઓ છે":ભાવેશ પોપટ (રાજકોટમાં ખાદ્યતેલના વેપારી)

ખાદ્યતેલના વેપારીઓ: જીવન જરૂરી વસ્તુઓમાં સત્તત વધારોબીજી તરફ હાલ ચોમાસુ છે. એવામાં શાકભાજીના ભાવ પણ બમણા થયા છે. જેમાં ટામેટા અને મરચાના ભાવમાં ખુબજ ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં જ ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં વધારો થયા મધ્યમ વર્ગના પરિવારના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જ્યારે ખાદ્યતેલના વેપારીઓ અનુસાર આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવમાં વધારો થશે અને 15 કિલોનો ડબ્બો અંદાજિત રૂપિયા3 હજાર કિલોની આસપાસ પહોંચવાની પણ પુરેપૂરી શક્યતાઓ છે.

  1. Rajkot News : શ્રાવણ માસના તહેવારો નજીક આવતા સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો, શુંં ભાવ છે જૂઓ
  2. Groundnut Oil Price: સિંગતેલ ફરી 50 રૂપિયા મોંઘું થયું, 3 દિવસમાં 90 રૂપિયાનો ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.