રાજકોટમાં દર વર્ષે સાતમ આઠમના દિવસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. આ વર્ષે પણ રેસકોર્સ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
દેશમાં પ્રથમ વખત અને એ પણ રાજકોટના લોકમેળામાં 4G LTE સિસ્ટમનો ઉપયોગ થશે. આ સિસ્ટમથી ભીડવાળા વિસ્તારમાંથી પણ પોલીસનો ફિલ્ડ સ્ટાફ સીધો જ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરી શકશે.
આ મેળા દરમિયાન DCP, ACP, PI સહિતના 78 અધિકારીઓ, 1373 જેટલા પોલીસ જવાનો, ટ્રાફિક વ્યવસ્થા માટે 23 અધિકારીઓ અને 899 પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે. આમ, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.