ETV Bharat / state

Jetpur News: બબાલ કરનારાને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો, ફરિયાદ થઈ

જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં થયેલી બબાલમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગયેલી પોલીસ પર બબાલ કરનારા વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો છે. આ બનાવમાં હુમલો કરનાર 7 વ્યક્તિઓ સામે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જાણો સમગ્ર વિગત.

બબાલ સર્જનારને પકડવા ગયેલ પોલીસ પર આરીપીઓએ કર્યો જીવલેણ હુમલો

author img

By

Published : Mar 30, 2023, 6:48 PM IST

જેતપુરના બે પોલીસને ગંભીર ઈજાઓ થતાં સાત સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટ: જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે યુવક પર થયેલા હુમલામાં હુમલો કરનાર વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. ગામમાં કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગયેલી પોલીસ ઉપર હુમલો થયો છે. આ બનાવમાં જેતપુર તાલુકા પોલીસના બે કર્મચારીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે જેતપુર તાલુકા પોલીસે હુમલો કરનાર 7 વ્યક્તિઓ સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

પોલીસને જાણ કરી: જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે રહેતા જયેશ ઉર્ફે અશોક નટુ મકવાણા નામના વ્યક્તિ સાથે થયેલ બબાલ બાદ સ્થાનિક ગામના સરપંચે સમગ્ર બાબતે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારે ગામની અંદર કોઈ મોટી બબાલ ન સર્જાય છે. તે માટે જેતપુર તાલુકા પોલીસ ટીમ આરબટીંબડી ગામ ખાતે ઝડપવા માટે અને બંદોબસ્ત માટે ગઈ હતી. ત્યારે બંદોબસ્ત માટે ગયેલી પોલીસ પર જ હથિયાર વડે હુમલો કરી ગંભીર રીતે પોલીસને ઘાયલ કર્યા છે. જેમાં જેતપુર તાલુકા પોલીસના બે પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરાતા તાલુકા પોલીસ મથકમાં હુમલો કરનાર સાત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.

આ પણ વાંચો Ram Navmi 2023: રામનવમીએ રાજકોટના રામવનમાં આ લોકોને નિઃશુકલ એન્ટ્રી, રામાયણના પ્રસંગોનું થશે સ્મરણ

આગળની કાર્યવાહી: જેતપુર તાલુકા પોલીસ આ બનાવમાં પોલીસે આરબટીંબડી ગામના બનવજી ઉર્ફે બાવકી ગોરધન મકવાણા, ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી ઉર્ફે બાવકી મકવાણા, રવિ બાવનજી ઉર્ફે બાવકી મકવાણા, જયસુખ ઉર્ફે બાડો બાવનજી ઉર્ફે બાવકી મકવાણા, કાજલ બાવનજી ઉર્ફે બાવકી મકવાણા, ભાવના બાવનજી ઉર્ફે બાવકી મકવાણા અને ઉકા મગન મકવાણા નામના સાત વ્યક્તિઓ સામે જેતપુર તાલુકા પોલીસ આઇ.પી.સી. કલમ 307, 353, 333, 332, 336, 323, 504, 506(2), 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ તમને જડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટ પુરવઠા વિભાગે આવડા મોટા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો

પોલીસ ફરિયાદ: જેતપુર આરબટીંબડી ગામે બનેલ બનાવવામાં ગયેલી જેતપુર તાલુકા પોલીસ ટીમના સંજય પરમારને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમના સાથી પોલીસ કર્મી જયસુખ સોરીયાને માથાના ભાગે ગંભીરતા પહોંચતા બન્નેને સારવાર અર્થે જેતપુર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકામાં બનેલા આ બનાવ બાદ પોલીસ પર હુમલો થતા જિલ્લા પોલીસની ટીમ અને ડી.વાય.એસ.પી. ના માર્ગદર્શન હેઠળ આ આરબટીંબડી ગામમાં બબાલ સર્જનાર અને પોલીસ પર હુમલો કરનાર તમામ વ્યક્તિઓની અટકાયત કરાઇ હતી. આ ઘટનામાં હુમલો કરનાર સાત વ્યક્તિઓ સામે જેતપુર તાલુકા પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.