રાજકોટઃ કોરોના વાઇરસના પગલે ભારત ભરમાં લોકડાઉન છે અને પોલીસ દ્વારા આ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજકોટ પોલીસ પણ 24 કલાક સતત ખડેપગે રહીને શહેરીનનોને બિનજરૂરી કામ વગર બહાર ન જવા અને જો જાય તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી રહી છે.
એવામાં રાજકોટના કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં પણ હાલ કડક રીતે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને સાથે જ સમગ્ર જંગલેશ્વર વિસ્તારની દૂરબીન વડે નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કોરોના હોટસ્પોટ વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ અંદાજીત 100થી 150 પરપ્રાંતિયો પોતાના વતન જવાની માંગ સાથે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને પતરા તોડીને ભાગી છૂટ્યા હતા.
જે અંગે પોલીસને જાણ થતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આ તમામને રોકી સમજાવીને ફરી ઘરે પરત મોકલ્યા હતા. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા આ વિસ્તારમાં ફરજ બજાવી રહેલા જવાનોને પણ તકેદારી રાખવાની સૂચના આપી હતી.