રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પણ લોકડાઉનાનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. એવા કેટલાક વિસ્તારોમાં સ્થાનિક અગ્રણીઓ પોતે જ પોતાના વિસ્તારની જવાબદારી લઈને વિસ્તારમાં ચુસ્ત લોકડાઉન કરી રહ્યા છે.
![Police Commissioner honors 4 societies in Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-police-society-av-7202740_03052020110928_0305f_1588484368_230.jpg)
રાજકોટ પોલીસ દ્વારા જે સોસાયટીના રહીશો પોતાની સોસાયટીમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવશે તેવી સોસાયટીના રહેવાસીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું. આ મુજબ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરનારા 4 સોસાયટીઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.
![Police Commissioner honors 4 societies in Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-police-society-av-7202740_03052020110928_0305f_1588484368_720.jpg)
રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચાર ઝોન પાડવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં 250 જેટલી સોસાયટીઓને મોનિટરિંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ 250 જેટલી સોસાયટીઓ પૈકી 4 સોસાયટીઓના આગેવાનોને લોકડાઉનનું ચુસ્ત અમલવારી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
![Police Commissioner honors 4 societies in Rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-police-society-av-7202740_03052020110928_0305f_1588484368_124.jpg)
આ અંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા આગળ ચાલુ રહેશે. સોસાયટીઓને સન્માનીત કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે, લોકોમાં જાગૃતિ આવે અને લોકો લોકડાઉનની પ્રક્રિયાનો ચુસ્તપણે પાલન કરે. જેથી કરી કોરોના વાઈરસ સામેના જંગને આપણે સૌ સાથે મળી જીતી શકીએ.