રાજકોટઃ રાજકોટના જેતપુર તાલુકાના નવાગઢ ચોકડી નજીકથી 18 મે ના રોજ એક અજાણ્યો ઈસમ ફૂટપાથ પર રહેતા પરિવારની 6 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે પોલીસે તે આરોપીની ધરપકડ કરી લીધી છે.
તપાસ દરમિયાન પોલીસને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મહત્વની કડી મળી હતી. જેમાં ઘટના સ્થળેથી એક શખ્સ ભાગતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ઇસમની શોધખોળ શરૂ કરાતાં તેને નવાગઢ ચોકડી નજીકથી જ ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ કરવામાં આવતા અંતે આ મામલો ઉકેલાયો હતો.
પોલીસ પુછપરછ દરમિયાન મુળ ઉત્તરપ્રદેશના બસઇ ગામના સોનુ જગદીશ ચૌહાણ નામના 22 વર્ષના ઈસમે જ 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.