રાજકોટઃ આખરે રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીની ફ્લાઈટ લેન્ડ થશે. આ માટે તમામ પ્રકારના એરપોર્ટ પરના ટેસ્ટિંગ પાસ થઈ ચૂક્યા છે. એરપોર્ટ ઓથોરિટી સિવાય પણ પહેલી ફ્લાઈટની નોંધણી તરીકે વડાપ્રધાનની ફ્લાઈટની નોંધણી થશે. એરપોર્ટનું લોકાર્પણ કરીને તેઓ ફરી એ જ ફ્લાઈટમાં રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટ માટે રવાના થશે
રેસકોર્સમાં મહાસભાઃ રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ સીધા રેસકોર્સ ગ્રાઉન્ડ જશે. જ્યાં એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સાથે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ રાજ્યપ્રધાન જનરલ વી.કે.સિંઘ પણ હાજર રહેશે. વડપ્રધાનને વેલકમ કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સાંસદગણ, ધારાસભ્યો તથા ભાજપના આગેવાનો-નેતા ખાસ હાજરી આપશે. મુખ્યપ્રધાનની ટર્મ વખતે વડાપ્રધાન મોદી સૌ પ્રથમ વખત ચૂંટણીમાં રાજકોટથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. એ પછી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.
વહીવટી તંત્ર ખડેપગેઃ છેલ્લા બે અઠવાડિયાથી વહીવટી તંત્ર આ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. રેસકોર્સમાં તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ પરથી કાલાવડ રોડ પર બનેલા મલ્ટિ લેવલ ઓવરબ્રીજનું તેઓ લોકાર્પણ કરશે. એ પછી સૌની યોજના સહિતના પ્રોજેક્ટને ખુલ્લા મૂકશે. આ માટે રાજકોટ ભાજપ પક્ષ પણ છેલ્લા મહિનાઓથી તૈયારીઓ કરી ચૂક્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 9 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક લાયબ્રેરીને લોકો માટે ખુલ્લી મૂકશે. એ પછી રાજભવનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં ભોજનઃ જ્યારે આવતીકાલે એટલે કે શુક્રવારે સર્કિટ હાઉસમાં સાંસદ તેમજ ધારાસભ્યો સાથે ભોજન કરશે. વડાપ્રધાનના આગમન પહેલા સુરક્ષા એજન્સીઓએ રીહર્સલ કર્યું હતું. રાજભવનમાં રાત્રી રોકાણ કર્યા બાદ શુક્વારે તેઓ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં સેમિકોન ઈન્ડિયાનું ઉદ્દાઘાટન કરશે. જે એક્ઝિબિશન ત્રણ દિવસ સુધી ચાલશે. જ્યાં જુદા જુદા ડેલિગેટ્સ સાથે બેઠક કરશે. બપોર ભોજન કર્યા બાદ ફરી દિલ્હી જવા માટે રવાના થશે.