ETV Bharat / state

રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ડ્રોન કેમેરાના માધ્યમથી વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ

રાજકોટ શહેરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત (Technology Challenge India)1,144 જેટલા આવાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી pm દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્યની ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મેળવી હતી. આ કાર્યો અંતર્ગત દેશના 6 જેટલા રાજ્યોમાં આ કેટેગરી અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ

author img

By

Published : Jul 4, 2021, 10:08 AM IST

Updated : Jul 4, 2021, 10:43 AM IST

  • રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન(Primer ministro) દ્વારા કરવામાં આવ્યું ડ્રોન કેમેરાના માધ્યમથી નિરીક્ષણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi)મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય
  • 1લી જાન્યુઆરીના રોજ થયું હતું ઈ-ખાત મુહૂર્ત

રાજકોટઃ શહેરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત 1,144 જેટલા આવાસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્યની ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મેળવી હતી. હાલ દેશભરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત વિશ્વભરમાં પ્રવર્તમાન 54 હાઉસિંગ ટેકનોલોજીને 6 જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જે અંતર્ગત દેશના 6 જેટલા રાજ્યોમાં આ કેટેગરી અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ
રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંગે વડાપ્રધાન દ્વારા નિરીક્ષણ
  • રાંચીમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ થ્રીડી વોલ્યુમેટ્રીક કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • ચેનાઇમાં - પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ - પ્રિકાસ્ટ કમ્પોનેન્ટ્સ અસેમ્બ્લડ એટ સાઈટ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • અગરતલામાં લાઈટ ગૌગ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ - પ્રિ એન્જિનિયરડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • ઇન્દોરમાં - પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • રાજકોટમાં - મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • લખનઉમાં - સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણા વાંચોઃ Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે

વડાપ્રધાન દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm) ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્યનું ડ્રોન કેમેરાની મદદથી નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચ્યું તે અંગેની તમામ માહિતી મેળવી હતી, ત્યારે રાજકોટમાં મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજી અંતર્ગત ટ્ટનલ ફોર્મવર્ક સિસ્ટમના માધ્યમથી પુનેની કંપની આઉટીનોડ ફોર્મવર્ક પ્રોવાઇડાર દ્વારા ટેકનોલોજી પ્રોવાઇડ કરવામાં આવી રહી છે. જ્યારે તેનું નિર્માણ કાર્ય માલાણી કન્સટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી અંતર્ગત ચોક્કસ પ્રકારના ટ્ટનલ મોડ્યુલને બેસાડવામાં આવે છે. જેના કારણે કોંક્રિટની દીવાલો અને સ્લેબનું કાર્ય એક દિવસમાં પૂર્ણ કરી શકાય છે. જે કામ પૂર્વ કરતા દિવસો વીતી જતા હોય છે.

રાજકોટમાં મોનોલીથિક કોંક્રિટ

  • કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેની વિશેષતાઓને વાત કરવામાં આવે તો...
  • આ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે.
  • ઉપયોગ શરૂ કર્યા પછી બાંધકામ અંગે દેખરેખ, સાર સંભાળ ઓછો રાખવી પડે છે.
  • બાંધકામ પ્રમાણમાં મજબૂત અને ટકાઉ બને છે.
  • ટ્ટનલ સિસ્ટમમાં બોક્ષ પ્રકાર ની કન્સટ્રકટીવ રચના હોવાના કારણે ભૂકંપ, વાવાઝોડા સહિત ની કુદરતી આફતો થી રક્ષણ મેળવી શકાય છે
  • રાજકોટમાં નિર્માણ પામી રહેલા આવાસો અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રોન દ્વારા કર્યું નિક્ષણ

આ પણ વાંચોઃ પીએમ મોદીએ રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કર્યું

વિજય રૂપાણી દ્વારા ડ્રો દ્વારા નિરક્ષ કરવામાં આવ્યું

રાજકોટમાં નિર્માણ પામી રહેલા 1,144 જેટલા આવાસો અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડ્રો પણ કરવામાં આવ્યો છે. જેમના લાભાર્થીની પસંદગી પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, ત્યારે વર્ષ 2021 ના અંતમાં લાભાર્થીઓને નિર્માણ પામી રહેલા આવાસોની સોંપણી પણ કરવામાં આવશે. પેલી જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ સહિત દેશભરના શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે કાર્યાના છ મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના છ શહેરોમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય અંગે રીવ્યું લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ અત્યાર સુધીના સૌથી ઝડપી આવાસ જુદી જુદી ટેકનોલોજી અંતર્ગત દેશના 6 જેટલા શહેરોમાં નિર્માણ પામશે.

Last Updated : Jul 4, 2021, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.