ETV Bharat / state

રાજકોટ જિલ્લાના જસદણમાં રમતવીરોને મળ્યું ખેલકૂદનું મેદાન

રાજકોટ જિલ્લાના જસદણમાં ખેલકૂદ માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ 19 વીઘા કરતા વધારેનું મેદાન રમતવીરો માટે ફાળવવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા કરાયેલી રજૂઆતના પરિણામે જસદણ અને આસપાસના વિસ્તારના રમતવીરોને આ રમતગમતના મેદાનની ભેટ મળી છે.

Rajkot news
Rajkot news
author img

By

Published : Mar 7, 2021, 3:36 PM IST

Updated : Mar 7, 2021, 6:15 PM IST

  • જસદણમાં વર્ષોથી કોઈ મોટું મેદાન રમતગમત માટે ન હતું
  • જસદણના રમતવીરોને 19 વીઘાથી વધુના મેદાનની ભેટ મળી
  • રાજકોટ જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરિટીને મેદાનનો કબ્જો સોંપવામાં આવ્યો

રાજકોટ: જસદણના લોકો દ્વારા રાજ્ય સરકાર પાસે વર્ષોથી રમતગમતના મોટા મેદાનની માગ કરવામાં આવી હતી. જસદણમાં વર્ષોથી રમતગમત માટેનું કોઈ મોટું મેદાન ન હતું. જેથી રમતવીરો નિરાશ થયા હતા. ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા દ્વારા સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા અંતે રમતગમતનું મેદાન મંજૂર થયું હતું. આ મેદાન જસદણ શહેરની અંદર કમળાપુર પાસે ફાળવવામાં આવ્યું છે. તેમજ જસદણ સર્કલ ઓફિસર યોગેશ મુળીયા દ્વારા જમીનનું પંચરોજ કામ કરી કબ્જો સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષોથી જસદણ તાલુકામાં રમતગમત પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતા જસદણ તાલુકો રમતગમતના ક્ષેત્રે ખુબ જ પાછળ રહ્યો છે.

19 વીઘાથી વધુનું મેદાન મળતા લોકોમાં આનંદની લહેર છવાઈ

જસદણના રમતવીરોની લાગણીઓ સાથે જોડાયેલા મહંમદ તરકવાડીયા, દુર્ગેશ કુબાવત, પ્રવિણ ઘોડકીયા, અરવિંદ ભેંસજાળીયા, ભુપત માલધારી, નિલેષ ચાવડા, કમલેશ ગલચર સહિતના લોકોની હાજારીમાં રમતગમતના મેદાનનો કબજો રાજકોટ જિલ્લા સ્પોર્ટ્સ ઓથોરેટીને મળ્યો હતો. આ રમતગમતનું મેદાન મળતા જસદણના લોકોમાં આનંદની લહેર છવાઈ છે.

આ પણ વાંચો : રાજકોટમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ફ્રીમાં પ્રવાસ કરી શકશે મહિલાઓ

Last Updated : Mar 7, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.