ETV Bharat / state

બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર થયેલા હુમલાના વિરૂદ્ધમાં રાજકોટમાં ભાજપના નેતાઓ દ્વારા ધરણાં - West Bengal attack

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણમાં આવેલા પરિણામ પછી રાજકીય પક્ષો વચ્ચે ભારે હિંસા સર્જાઈ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર તુલમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાજપના નેતાઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેના વિરૂદ્ધમાં રાજકોટમાં પણ આજે શહેરના અલગ-અલગ વોર્ડમાં ભાજપના ધારાસભ્ય, અગ્રણીઓ કોર્પોરેટરો સહિતના નેતાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટમાં ભાજપના નેતાઓ દ્વારા ધરણાં
રાજકોટમાં ભાજપના નેતાઓ દ્વારા ધરણાં
author img

By

Published : May 6, 2021, 1:06 PM IST

  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ
  • મમતા બેનર્જીના તુલમૂલ કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી
  • તુલમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો

રાજકોટ : શહેરમાં તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મમતા બેનર્જીના તુલમૂલ કોંગ્રેસ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે ચૂંટણીના પરિણામ પછી પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વચ્ચે ભારે હિંસા સર્જાઈ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર તુલમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાજપના નેતાઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેના વિરોધમાં ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુરૂવારે રાજકોટમાં પણ અલગ-અલગ વિસ્તારમાં ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અંબાજીમાં ભાજપના કાર્યકર્તાઓએ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે થયેલી હિંસાને લોકતંત્રની હત્યા ગણાવી
સવારે 10થી 11 સુધી એટલે કે 1 કલાકના આ ધરણાં યોજાયા હતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પર હિંસક હુમલો કરવા માટે દેશભરમાં વિરોધના ભાગરૂપે ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ આજે શહેરના અલગ-અલગ વોર્ડમાં ભાજપના ધારાસભ્ય, અગ્રણીઓ કોર્પોરેટરો સહિતના નેતાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે કે 1 કલાકના આ ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ વિસ્તારના નેતાઓ જોડાયા હતા અને હાથમાં બેનર્સ સાથે આ ધરણાં યોજ્યા હતા.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ

સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે ગણતરીના જ નેતાઓભાજપ દ્વારા રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ધરણાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સાથે ગણતરીના જ નેતાઓ, કોર્પોરેટરો અને ભાજપ અગ્રણીઓ જોવા મળ્યા હતા. હાથમાં બેનર્સ સાથે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધના સૂત્રો પણ આ બેનર્સમાં લખીને ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે સામાજિક અને રાજકીય કાર્યક્રમો ન યોજવા જાહેરાત

એક તરફ રાજ્યમાં ગૃહવિભાગ દ્વારા સામાજિક અને રાજકીય કાર્યક્રમો આ કોરોના મહામારી વચ્ચે નહિ યોજવાની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.