ETV Bharat / state

રાજકોટ: દિવાળી બાદ માર્કેટ યાર્ડો ખુલતાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો

ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા પહેલા માર્કેટ યાર્ડ વારંવાર મગફળીથી ઉભરાઈ જવાની સાથે એક જ દિવસમાં મગફળીની આવક 2 લાખ ગુણી જોવા મળતી હતી. પરંતુ લાભ પાંચમના દિવસથી વેપારીઓએ શુકન સાચવીને શરૂ કરેલા વેપારની સાથે બુધવારના રોજ યાર્ડ સતાધીશોએ મગફળીની આવકનો પ્રારંભ કરતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માત્ર 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક જોવા મળી હતી. જેથી માર્કેટ યાર્ડ સતાધીશોને ન છૂટકે મગફળીની આવકો શરૂ રાખવાની ફરજ પડી હતી.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો

author img

By

Published : Nov 19, 2020, 4:45 PM IST

Updated : Nov 19, 2020, 5:09 PM IST

  • ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો
  • દિવાળી વેકેશન બાદ 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક
  • દિવાળી પહેલા 2 લાખથી વધુ મગફળીની ગુણીઓની થતી હતી આવક

રાજકોટઃ જિલ્લાની ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીની રજા બાદ લાભ પાંચમના દિવસથી વેપારીઓએ મગફળીની આવકનો પ્રારંભ કરતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં માત્ર 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક જોવા મળી હતી. દિવાળી પહેલા 2 લાખ ગુણી મગફળીની આવક જોવા મળતી હતી. લાભ પાંચમના દિવસે જ મગફળીની આવકોમાં મોટું ગાબડું પડ્યાની સાથે જ યાર્ડમાં સવા લાખ ગુણી જેટલી મગફળીની આવકો ઓછી જોવા મળી હતી. તો બીજી તરફ યાર્ડમાં મગફળીની હરાજીમાં 20 કિલો જીણી મગફળીના ભાવ રૂપિયા 725 થી 1056 અને જાડી મગફળી 750 થી લઈને 1100 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો

માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકો શરૂ થતા જ મગફળીની આવકોમાં મોટું ગાબડું

દર વર્ષે સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં દિવાળી પછી મગફળીની અઢળક આવકો જોવા મળતી હોય છે, પરંતું આ વર્ષે ચોમાસાની સિઝનમાં મગફળી પકવતા ખેડૂતોને અતિવૃષ્ટીનો સામનો કરવાની ફરજ પડી હતી. તેમજ ઉત્પાદન સમયે જ પડેલા સતત વરસાદને કારણે ખેડૂતોનો મોટા ભાગનો મગફળીનો પાક પલળી જવાની સાથે ખેડૂતોને વ્યાપક નુકસાની ભોગવવી પડી હતી. ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જવાની સાથે દિવાળી પહેલા ખેડૂતોને ન છૂટકે રવિ પાકના વાવેતરની ઉતાવળને લઈને મગફળીનું ન છૂટકે વહેંચાણ કરવાની ફરજ પડી હોવાથી માર્કેટ યાર્ડો મગફળીથી ઉભરાઈ હતી. પરંતુ દિવાળીનું વેકેશન ખુલતા જ માર્કેટ યાર્ડોમાં મગફળીની આવકો શરૂ થતા જ મગફળીની આવકમાં મોટું ગાબડું પડ્યું છે.

નબળી ગુણવતાની મગફળીના ઉત્પાદનને લઈને મગફળીના ઉતારા ઓછા આવ્યા

સરકારને ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદીમાં પણ મગફળીની 30 કિલોની ભરતીની સામે 25 કિલો ભરતી કરવી પડી છે. ત્યારે મગફળીની નબળી ગુણવતા અને ઓછા ઉત્પાદન વચ્ચે સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું 28 લાખ ટનથી લઈ 50 લાખ ટન સુધીનું અઢળક ઉત્પાદન આવશે તેવી સરકાર અને સોમા સહિતની વિવિધ ખાનગી એજન્સીઓએ કરેલી મગફળી ઉત્પાદનની ધારણાઓ ખોટી પડી છે.

ખેડૂતોની કફોડી હાલતને લઈને 50% કરતા વધું મગફળીનો જથ્થો વહેંચાઈ ગયો
હાલમાં ખેડૂતોની કફોડી હાલતને લઈને 50 ટકા કરતા વધું મગફળીનો જથ્થો બજારમાં વહેંચાઈ ગયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોના ઘરમાં જે જણસીઓની વસ્તું ન હોય ત્યારે જ ખેડૂતોએ ઉત્પાદન કરેલી વસ્તુઓના ભાવમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે, એ કહેવત સાર્થક થતી હોય તેમ આગામી દિવસોમાં મગફળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળે તો ના નહી.

Last Updated : Nov 19, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.