- આજથી રાજકોટ યાર્ડમાં મગફળીની હરાજી થશે
- રવિવારે ખુલ્લા બજારમાં મગફળી વહેંચવા લાગી હતી 2 કિમી વાહનોની લાઈન
- મગફળીના ટેકા કરતા ખુલ્લા બજારમાં સારા ભાવ
રાજકોટઃ રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ બહાર રવિવારે ફરી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. રાજકોટ સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો મોટીસંખ્યામાં મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. હાલ રાજકોટ બેડી યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળીની ખરીદી થઇ રહી છે. ત્યારે મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા હતાં. જ્યારે ખુલ્લી બજારમાં પણ મગફળીના સારા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતો પોતાની મગફળી અહીં વહેંચવાનું પસંદ કરી રહ્યા છે.
મગફળીની હરાજી માટે રાજકોટમાં ખુલ્લા બજારમાં મગફળી વહેંચવા લાગી હતી વાહનોની લાઈન આજથી મગફળીની હરાજી થશેબેડી યાર્ડ ખાતે અગાઉ પણ મગફળીની આવક શરૂ કરાઈ હતી. પરંતુ યાર્ડમાં મગફળીની આવક વધી જવાના કારણે મગફળી રાખવાની સમસ્યાઓ સામે આવી હતી. જેને લઈને થોડા સમય માટે મગફળીની આવકને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજથી ફરી મગફળીની હરાજી શરૂ કરવામાં આવનાર છે. જેને લઇને ગત રોજ મોટી સંખ્યામાં ખેડૂતો વાહનોમાં મગફળી લઈને આવી પહોંચ્યા હતા. તેમજ યાર્ડ બહાર અંદાજિત 2 કિલોમીટર કરતાં વધારે વાહનોની કતાર જોવા મળી હતી. જેને લઇને ઉત્સુકતા પણ સર્જાઇ હતી.મગફળીના ટેકા કરતા ખુલ્લા બજારમાં સારા ભાવરાજકોટના ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને મગફળીના સરકારના ટેકાના જાહેર કરેલા રૂપિયા 1055ના ભાવ કરતાં પણ સારા ભાવ મળી રહ્યા છે. જેને લઇને મોટી સંખ્યામાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા માટે આવી રહ્યા છે. સામાન્ય રીતે મગફળીના ભાવ રૂપિયા 900થી રૂપિયા 1200 સુધીના રાજકોટના યાર્ડમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ચાલુ વર્ષે વરસાદ સારો હોવાના કારણે પણ સૌરાષ્ટ્રમાં મગફળીના પાકનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.