ETV Bharat / state

જૂનાગઢ માંગરોળમાં સોમવાારથી આંશીક લોકડાઉન - Chamber of Commerce

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એટલે વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છીક લોકડાઉન કરી રહ્યા છે. જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખોએ 19/4 થી 30/4 સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

corona
જૂનાગઢ માંગરોળમાં સોમવાારથી આંશીક લોકડાઉન
author img

By

Published : Apr 19, 2021, 8:05 PM IST

  • રાજ્યમાં કોરોનાનો હાહાકાર
  • જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ પાળ્યું સ્વૈચ્છીક લોકડાઉન
  • 19/4 થી 30/4 સુધી લોકડાઉન પાળવામાં આવશે

જુનાગઢ: માંગરોળમાં હાલમાં કોરોનાના કેસો વધી જતાં માંગરોળના વેપારી એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક મીટીંગનું આયોજન કરાયું હતું અને આ બેઠક માંગરોળની મુરલીધર વાડી ખાતે યોજાઇ હતી. વેપારીઓ હવે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો અને વેપારીઓ હાજર રહયા હતા. હાલમાં કોરોનાની મહામારી તેમજ માંગરોળમાં વધી જતા કેસોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે 7 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ધંધો રોજગાર શરૂ રાખવા અને બપોરના બે વાગ્યા પછીથી તમામ દુકાનો ધંધા બંધ રાખવામાં આવશે. તારીખ 19/4/21 થી તારીખ 30/4/21 સુધી સ્વૈચ્છીક લોક ડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો. સોમવારે માંગરોળના લીમડાચોક સોની બજાર કાપડબજાર ટાવર ચોક સહીતના એરીયાઓ જડબેસલાક બંધ થયા હતા અને લોકોએ સ્વેચ્છા એજ પોતાના રોજગાર ધંધા બપોરના બે વાગ્યાથી બંધ કરાયા હતા.

આ પણ વાંચો : મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ

વેપારીઓ પાળી રહ્યા છે લોકડાઉન

હાલમાં માંગરોળ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહયા છે, અને નાના નાના ગામડાઓપણ સ્વૈચ્છીક લોકડાઉન પાળી રહયા છે. સોમવારે માંગરોળના વેપારીઓ દ્વારા લોકડાઉને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને માંગરોળ સ્વૈચ્છીક રીતે લોકોના સહકારથી બંધ રહયું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેરામણભાઇ યાદવ સાથે ETV Bhart વાતચીત કરતા જણાવાયું હતું કે આ મહામારીથી બચવા લોકો અને મીડિયાના સાથ સહકારથી અમો આંશિક લોક ડાઉન કરી રહયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.