રાજકોટ: હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે. એવામાં રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો હોય તેવી રીતના હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ શહેરમાં લોકોને ગુણવત્તા યુક્ત ખોરાક મળી રહે તે માટે ફૂડ વિભાગની ટીમ એક્ટિવ થઈ છે. જેને લઇને આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પાણીપુરી વેચતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેનો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અખાદ્ય પાણી પૂરી વેચતા શખ્સો વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
"રાજ્ય સરકારની સૂચના મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીપુરી વેચતા ઇસમોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના લલુડી વોકડીમાં આવેલા દીપક પાણીપુરી સેન્ટર માંથી 30 કિલો જેટલું દાજ્યું તેલ અને 5 કિલો જેટલા વાસી બટાકા મળી આવ્યા હતા, એમ કુલ ટોટલ 35 KG અખાદ્ય પદાર્થ દીપક પાણીપુરી સેન્ટર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ જ વિસ્તારમાં આવેલી મહાદેવ પાણીપુરી સેન્ટરમાંથી અંદાજિત 15 કિલોનો વાસી પાણીપુરીનું પાણી અને 7 કિલો જેટલા મસાલાના બટાકાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને જગ્યાએથી ગંદકી પણ જોવા મળી હતી. જેના કારણે ફૂડ વિભાગ દ્વારા બંને પાણીપુરી વિક્રેતા ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે" -- ડો. જયેશ વંકાણી (રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી)
નોટિસ આપવામાં આવી: ખાણીપીણીના દુકાનદારોને ત્યાં દરોડાજ્યારે ફૂડ વિભાગ દ્વારા શહેરના નાના મોવા રોડ ઉપર આવેલા હાઉસ ઓફ સ્નેક્સ પણ દરોડા પડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં વપરાશમાં લેવાતું દાઝીયું તેલ 15 કી.ગ્રા. તથા વાસી અખાદ્ય જણાવેલ પાસ્તા 2 કી.ગ્રા. કુલ મળીને 17 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે. જ્યારે સોરઠીયા વાડી સર્કલ નજીક રાજ પાઉંભાજી ખાતે તપાસ કરતાં વાસી અખાદ્ય મળેલ કાપેલા શાકભાજી જેવા કે ડુંગળી, ટામેટા, વગેરેનો આશરે 5 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે.
કુલ 08 નમૂના લેવામાં આવ્યાઃ પાણીપુરીનું તીખું પાણી (લુઝ): સ્થળ- હાઉસ ઓફ સ્નેક્સ, મારવાડી બિલ્ડીંગ સામે, નાના મવા રોડ, રાજકોટ. પાણીપુરીનું મીઠું પાણી (લુઝ): સ્થળ- હાઉસ ઓફ સ્નેક્સ, મારવાડી બિલ્ડીંગ સામે, નાના મવા રોડ, રાજકોટ. સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- પ્રમુખ ઢોસા હબ, મારવાડી બિલ્ડીંગ સામે, નાના મવા મેઇન રોડ, નેહરુ નગર પાસે, રાજકોટ. RICH PISTA COOKIES -ATUL BAKERY (150 GM PKD): સ્થળ- શિવધારા ફૂડ, વિરલ કો.ઓ.સો. પ્લોટ નં.27, નાના મવા મેઇન રોડ, રાજકોટ. CAKE RUSK -ATUL BAKERY (150 GM PKD): સ્થળ- શિવધારા ફૂડ, વિરલ કો.ઓ.સો. પ્લોટ નં.27, નાના મવા મેઇન રોડ, રાજકોટ. RAVO (500 GM PKD): સ્થળ- શ્રીજી બેસન & ફ્લોર મિલ્ક, પૂજા એન્ટરપ્રાઇઝ, હંસરાજ નગર મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ. MAIDA (500 GM PKD): સ્થળ- શ્રીજી બેસન & ફ્લોર મિલ્ક, પૂજા એન્ટરપ્રાઇઝ, હંસરાજ નગર મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ, SOOJI (500 GM PKD): સ્થળ- શ્રીજી બેસન & ફ્લોર મિલ્ક, પૂજા એન્ટરપ્રાઇઝ, હંસરાજ નગર મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ