રાજકોટના અંબિકા ટાઉનશીપવાળા રોડ પરના બંને આવાસ યોજનાઓની શાનદાર ઈમારતો પર દોરવામાં આવેલાઆ ચિત્રો માટે રાજકોટ મહાનગરપાલિકાએ કોઈ ખર્ચ વહન કરવો પડ્યો નથી. આવાસ યોજનાનું કામ કરનાર એજન્સીનો આ કાર્યમાં સહકાર પ્રાપ્ત થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં 11 માં ટી.પી. 28 (મવડી) એફ.પી. 12/A પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1176 EWS પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં એક બેડરૂમ, હોલ રસોડું તથા ટોઇલેટની સુવિધાઓ આપવામાં આવેલ છે. આ આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ સિદ્ધાંતોને આધારિત આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ આવાસ યોજનાના બિલ્ડીંગોને સરકારની વિવિધ યોજનાઓના સંદેશ સમાજને મળે તે હેતુ દર્શાવતા ચિત્રોથી સુશોભિત કરવામાં આવેલ છે. જેમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ”, “સ્વચ્છ ભારત”, “પ્રદુષણ નિયંત્રણ”, “સ્કુલ ચલે હમ” વિગેરે જેવા સંદેશાઓનો સમાવેશ થાય છે.રાજકોટમાં આવાસ યોજનામાં સામાજિક જાગૃતિ માટેના 75 x 20 ફૂટના વિશાળ પેઈન્ટીંગઝ બનાવવામાં આવ્યા છે.જે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.