રાજકોટ: ઉપલેટામાં કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત ઉપલેટાથી સીદસર ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાની અંદર અંદાજે તો 500 જેટલા લોકો જોડાયા હતા ત્યારે આ પદયાત્રાનો મુખ્ય હેતુ પદયાત્રીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ડો. મહેન્દ્ર પાડલીયા વિજય બન્યા છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પસંદગી પામતા કડવા પટેલ સમાજ દ્વારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને સાથે રાખી અને ઉપલેટાથી સિદસર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા ઉપલેટા સર્કિટ હાઉસ ખાતેથી રવાના થઈ અને સીદસર ખાતે વહેલી સવારે પહોંચશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત રસ્તામાં આવતા વીરામોની અંદર પણ તેમની આ પદયાત્રાનું સ્વાગત પણ કરવાનું આયોજન થયેલ હતું. આ પદયાત્રાની અંદર ઉપલેટા તેમજ આસપાસના પંથકના પુરુષો, મહિલાઓ, બાળકો સહિતના સૌ કોઈ લોકો જોડાયા હતા અને પદયાત્રા કરી સીદસર ખાતે ઉમિયા માતાજીના દર્શન કરી આરતીનો લાભ લેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
Bhavnagar News : મંદિરમાં ઊંધો સાથિયો કરીને મૂષક દેવના કાનમાં વાત કરીને ભક્તો કરે છે મનોકામના પૂર્ણ
પદયાત્રીના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની અંદર ધોરાજી-ઉપલેટા વિધાનસભા મતવિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે ડો. મહેન્દ્ર પાડલીયા વિજય પામે તેવા સંકલ્પ સાથે કડવા પટેલ સમાજ દ્વારા એક આવાહાન કરવામાં આવ્યું હતું. આ આવાહાન પૂર્ણ થતા કડવા પટેલ સમાજ દ્વારા ઉપલેટાથી સીદસર એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ની અંદર ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકો અને સર્વ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત રસ્તામાંથી પણ ઘણા ખરા પદયાત્રીઓ આ યાત્રાની અંદર જોડાશે તેવું પણ પદયાત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Junior Clerk Exam 2023: જૂનાગઢમાં પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા
પદયાત્રી તેમજ ઉપલેટા પ્લાસ્ટિક એસોસિયેશનના પ્રમુખ રવિ માકડીયાએ જણાવ્યું હતું કે, કડવા પટેલ સમાજ દ્વારા ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાની જીત માટે આસ્થા અને શ્રદ્ધા રાખી હતી જે પૂર્ણ થતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રાની અંદર દરેક સમાજના લોકોને મહિલાઓ જોડાય છે. આ સાથે ઉપલેટા ઉમા મહિલા સંગઠન સમિતિના પ્રમુખ શ્રદ્ધા કરડાણીએ પણ જણાવ્યું છે કે, માતાજીનો હુકમ થતા અમે સૌ કોઈ પુરુષો મહિલાઓને બાળકો આ પદયાત્રામાં જોડાશું અને પદયાત્રા કરી માતાજીના આશીર્વાદ લઇ આરતીનો લાભ લેશું તેવું જણાવ્યું હતું.