ETV Bharat / state

Padma Awards 2023: પદ્મશ્રી એવોર્ડ માટે નામની જાહેરાત થતા હેમંત ચૌહાણે માન્યો આભાર

ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભુષણ સહિતના એવોર્ડની (Padma Awards 2023) જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ પુરસ્કાર મેળવવાનારાઓમાં ગુજરાતના 10 મહાનુભાવોનો સમાવેશ થયો છે. જેમાં લોક ગાયક કલાકાર અને ભજનીક એવા હેમંત ચૌહાણને (Hemant Chauhan name announced for Padmashri award) પણ પદ્મશ્રી (Padmashri award) આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Padma Awards 2023: પદ્મશ્રી એવોર્ડ માટે નામની જાહેરાત થતા હેમંત ચૌહાણે માન્યો આભાર
Padma Awards 2023: પદ્મશ્રી એવોર્ડ માટે નામની જાહેરાત થતા હેમંત ચૌહાણે માન્યો આભાર
author img

By

Published : Jan 26, 2023, 8:15 PM IST

Padma Awards 2023: પદ્મશ્રી એવોર્ડ માટે નામની જાહેરાત થતા હેમંત ચૌહાણે માન્યો આભાર

રાજકોટ : ભારત સરકાર દ્વારા દેશભરના અલગ અલગ કલા અને કામગીરી સાથે સંકળાયેલા નામાંકિત લોકોને પદ્મશ્રી, પદ્મભુષણ સહિતના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોક ગાયક કલાકાર અને ભજનીક એવા હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને હેમંત ચૌહાણે સરકારનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમને પદ્મશ્રીને લઈને હેમંત ચૌહાણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

હેમંત ચૌહાણે કહ્યું મે 43 વર્ષથી ભજનની આરાધના કરી છે : જ્યારે આ અંગે લોકગાયક અને ભજનિક હેમંત ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, મને પણ સમાચાર મળ્યા છે કે, સરકાર તરફથી મને પદ્મશ્રી એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. જ્યારે છેલ્લા 43 વર્ષ કરતા વધારે સમયથી મેં ભજનની આરાધના કરી છે. તેમજ સંતોની વાણી મે ગાઇ છે એ પણ નિખાલ જ ભાવે અને પરમાત્માની મે ભક્તિ કરી છે. જેની નોંધ જ્યારે ભારત સરકાર લેતું હોય ત્યારે જ આનંદની લાગણી થાય છે. આ સન્માન બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી છું.

હેમંત ચૌહાણે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે

વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે હેમંત ચૌહાણે : જ્યારે ગુજરાતમાં ભજનની વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ હેમંત ચૌહાણનું લેવામાં આવે છે. એવામાં હેમંત ચૌહાણને પદ્મશ્રી એવોર્ડ આગામી દિવસોમાં નવાજવામાં આવશે. જેને લઈને તેમના શુભેચ્છકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી હેમંત ચૌહાણ પોતે ભજનનું નિર્માણ પણ કરે છે અને તેને ગાય પણ છે. જ્યારે વિશ્વ ભરના અલગ અલગ સ્થળોએ અનેક ભજન તેમજ સંતવાણીના કાર્યક્રમો હેમંત ચૌહાણ દ્વારા આપવામાં આવ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ તેમને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે હેમંત ચૌહાણે ભજનમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. ત્યારે હવે પદ્મશ્રી એવોર્ડ માટે તેમના નામની જાહેરાત થતા તેમને આનંદની લાગણી અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.