રાજકોટ: રાજકોટમાં રીનોવેશન કરતી વખતે મકાનનું છજુ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું છે. તેમજ દુર્ઘટનામાં મકાન માલિક સહિત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Sparsh Mohotsav: સ્પર્શ મહોત્સવમાં વિજય રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન
મકાનનું છજુ પડતા થયું મોત: શહેરના લક્ષ્મીવાડી શેરી નંબર 21માં રહેતા નિખિલ રમેશભાઈ ટાંકના મકાનનું રીનોવેશન કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે,ત્યારે એવામાં આજે પણ મજુર સહિતના લોકો રીનોવેશનની કામગીરીમાં લાગ્યા હતા, ત્યારે અચાનક મકાનનું ઉપરની સાઈડનું છજુ નીચેની બાજુ પડતા ઘટના સ્થળે જ મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના બબુલુ કેદુભાઈ મોહનીયાનું મોત થયું હતું. જ્યારે મકાન માલિક નિખિલ અને અન્ય એક શ્રમિકને પણ ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Bike rider died kite string: વડોદરામાં બાઇક સવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત
એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત: લક્ષ્મીવાડી વિસ્તારમાં મકાનના રીનોવેશન દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયાની વાત કરતા વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે. જ્યારે ઇજાગ્રસ્તો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.