રાજકોટ: 14 મે એટલે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ તરીકે ઉજવાઇ છે. કહેવાય છે કે માતાનું જીવન જ હંમેશા બીજા માટે વરદાન રૂપ હોય છે ત્યારે રાજકોટમાં નિરૂપાબેન જાવિયા નામની મહિલાના પાંચ જેટલા અંગોનું દાન કરવામાં આવતું છે. તેમનું આ દાન પાંચ જેટલા લોકોને નવી જિંદગી આપશે અને નવું જીવનદાન મળશે. આ સમયે ઘણા ભાવુ દ્રશ્યો પણ સર્જાયા હતા જેમાં સૌ કોઈની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા.
અંગદાન કરીને માનવતાની મહેક: આ બાબતની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં નીરૂપાબેનનું ગત દિવસે બ્રેનડેડ થઈ ગયું હતું. અવસાન બાદ તેમના પરિવાર દ્વારા નિરૂપાબેનના કિડની, લીવર, સ્કીન સહિતના પાંચ અંગોના દાન કર્યું છે. રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે આ અંગદાન થયું છે. નિરૂપાબેન આ પરિવારજનો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને નિરૂપાબેનના અંગોનું જ્યારે વોકાર્ડ હોસ્પિટલ ખાતેથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવતા હતા ત્યારે પુષ્પવર્ષા કરી હતી.
'મારી માતાનું જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. તેમને હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ એમના માટે જ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. પોતાના સંતાનોને પણ તેઓએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે અને એ જ સંસ્કાર આપ્યા છે.' -મૃતકના પરિજન
પરિજનોમાં શોકની લાગણી સાથે ખુશીના આંસુ: આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે રાજકોટની આ માતાના અંગોનું દાન થયું છે તે તેમના પરિવાર માટે ગર્વની લાગણી અનુભવે છે. પરિવારની અન્ય મહિલાઓએ કહ્યું હતું કે આ ક્ષણ તેમના પરિવારજનો ગુમાવ્યા એમનું દુઃખ છે તો બીજી તરફ તેમના પરિવારના સભ્ય થકી પાંચ જેટલા લોકોને એક નવી જિંદગી મળશે તેમની ખુશી પણ વ્યક્ત કરી છે.