ETV Bharat / state

Night Marathon : રાજકોટમાં પ્રથમ વખત નાઈટ મેરેથોન યોજાઈ - રાજકોટમાં નાઈટ મેરેથોન

રંગીલા રાજકોટમાં પ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઉટ સ્ટેટના દોડવીરોએ પણ ભાગ લીધો હતો. ત્યારે રાજકોટમાં આ નાઈટ મેરેથોન દરમિયાન સ્પોર્ટ્સમઈ વાતાવરણ જોવા મળ્યું હતું.

Night Marathon : રાજકોટમાં પ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરાયું

author img

By

Published : Mar 26, 2023, 7:29 AM IST

Night Marathon : રાજકોટમાં પ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરાયું

રાજકોટ : પ્રથમ વખત રાજકોટમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈટ મેરેથોનમાં અંદાજીત 5 હજાર કરતા વધુ દોડવીરો ઉમટી પડ્યા હતા અને મન મુકીને દોડયા હતા. આ મેરેથોન રાજકોટ રનર્સ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસના સહયોગથી પ્રથમ વખત યોજાઇ હતી. જેમાં રાજકોટવાસી પણ મોટા પ્રમાણમાં જોડાયા હતા અને દોડયા હતા.

આ પણ વાંચો : Paper Checking: 61,500 શિક્ષકો પેપર તપાસીને વિધાર્થીઓનું લખશે ભવિષ્ય, સંસ્કૃતનું પેપર લેવાશે ફરી

નો ડ્રગ્સના મેસેજ સાથે યોજાઈ મેરેથોન : નાઈટ મેરેથોન અંગે રાજકોટમાં મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સૌપ્રથમ વખત નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન 10 અને 21 કિલોમીટરની રાખવામાં આવી છે. જ્યારે આ નાઈટ મેરેથોનમાં રાજકોટ સહિત આઉટ સ્ટેટનાના 4500 કરતા વધુ દોડવીરોએ ભાગ લીધો છે. ત્યારે રાજકોટમાં આ નાઈટ મેરેથોન દરમિયાન સ્પોર્ટ્સમઈ વાતાવરણ જોવા મળ્યું હતું. આ મેરેથોન યોજવાનો મુખ્ય હેતુ એ છે કે નો ડ્રગ્સ, કારણ કે ડ્રગ્સ છે તે યુવાધનને ખતમ કરી નાખે છે. જ્યારે આ મેરેથોન થકી યુવાધનને પણ એક સારો મેસેજ પાસ થશે.

આ પણ વાંચો : Gujarat Budget Session: સ્ટેચ્યૂ ઑફ યુનિટી જતા પ્રવાસીઓને હવે જલસા, નર્મદામાં બનશે એરપોર્ટ

રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા : જ્યારે મેરેથોનમાં ભાગ લેનાર મહિલા એવા સંગીતાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આ બીજી વખત મેરેથોનમાં ભાગ લઈ રહી છું અને રાજકોટમાં પ્રથમ વખત નાઈટ મેરેથોન યોજાઈ છે. હું યુવાનોને માત્ર એટલો જ સંદેશ આપવા માંગુ છું કે, દોડો અને ફિટ રહો. આ સાથે જ મે રાજકોટમાં યોજાયેલી નાઈટ મેરેથોનમાં ભાગ લીધો છે જેને લઈને મને ખૂબ જ ખુશી છે. હું રાજકોટ મેરેથોનમાં 21 કિલોમીટર દોડવાની છું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના બાદ અને સૌપ્રથમ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : Climate Change Center : ગુજરાત યુનિવર્સિટી ક્લાયમેટ ચેન્જ સેન્ટરનો એક્શન પ્લાન તૈયાર, પાંચ કામગીરી થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.