રાજકોટ: એઇમ્સનું સિંહાસન સૌરાષ્ટ્રની રાજધાની સમાન શહેરને મળવા જઇ રહ્યું છે. એટલે કે રાજ્યમાં એક માત્ર એઈમ્સ માત્ર રાજકોટને મળી છે. હાલ એઇમ્સનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. એવામાં વહીવટી કારણોસર રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની બદલી થઈ ગઈ છે. તેમની જગ્યાએ પ્રભવ જોશીની નિમણૂંક કરવામાં આવી છે.
પ્રોજેક્ટનું નિરિક્ષણઃ રાજકોટ કલેકટરનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રભવ જોશી દ્વારા એઈમ્સ પ્રોજેક્ટની કામગીરી નિહાળવામાં આવી હતી. એઈમ્સ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જ્યારે એઈમ્સનું કામ ઝડપી બને તેમજ લોકોને વહેલી તકે એમ્સનો લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા એઈમ્સ પ્રોજેક્ટનું કામ સંભાળતી એજન્સીને સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો Rajkot Police : શહેરમાં સાઈબર ક્રાઈમ અટકાવવા ખાખીનો માસ્ટર પ્લાન
એજન્સીને સૂચના આપી: કલેકટર એઈમ્સ ખાતે સમીક્ષા બેઠક યોજ્યા બાદ પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મે રાજકોટ એઈમ્સની મુલાકાત લીધી હતી. તેમાં જે કામ ચાલી રહ્યું છે. તેમાં ઝડપથી કેવી રીતે કામ કરી શકાય એ અંગે સૂચના આપવામાં આવી છે. એજન્સી સાથે વાત કરવામાં આવી હતી. આ સાથે જ એઈમ્સની કનેક્ટિવિટી બહારના શહેરો સાથે કેવી રીતના સરળતાથી જોડી શકાય તેની કામગીરી કરી રહ્યા છે.
બસ સ્ટોપ અપાશેઃ આ સાથે જ બે એસટી બસોનું સ્ટોપેજ અહીંયા રાખવાનું છે. આ માટેની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે એઈમ્સ ખાતે બે ઇ રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. એઈમ્સને જોડતા રસ્તા ઉપર હાલ બે પુલનું કામ ચાલી રહ્યું છે. તે પુલનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં ઓપીડીમાં દર્દીની સંખ્યામાં વધારો થાય જે મહત્વનું છે.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
પ્રથમ ફેઝનું કામ થશે: જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ એઈમ્સ કામ હાલ 60% જેટલું પૂર્ણ થઈ ગયું છે. આગામી ત્રણ મહિનામાં અહીંયા આઈપીડી ચાલુ કરવામાં આવે તેવી અમારી તૈયારીઓ છે. જ્યારે ઓક્ટોબર 2023 સુધીમાં એઈમ્સનું મુખ્ય બિલ્ડિંગનું કામકાજ પૂર્ણ થાય તેઓ અમારો લક્ષ્યાંક છે. જેના કારણે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઈમ્સએ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે એઈમ્સ પ્રોજેક્ટનું કામ કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. એવામાં તે વહેલાસર પૂર્ણ થાય તે પ્રકારની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.