- NEET-2020નું પરિણામ જાહેર
- મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થિની બની ગોંડલ ટોપર
- ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની ડોબરીયા સુમનેે મેળવ્યો AIR-3610 રેન્ક
રાજકોટ: ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલી ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની તેમજ એક પાનના ગલ્લાના વ્યવસાય સાથે સંકળાયેલા અને સામાન્ય પરિવારની પુત્રી ડોબરીયા સુમને તાજેતરમાં NTA દ્વારા જાહેર કરાવામાંં આવેલા NEET-2020ની પરીક્ષામાં 720માંથી 651 માર્ક્સ મેળવી ગોંડલ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સાચી પદ્ધતિ અને સાચી દિશામાં કરેલી મહેનત આપે છે સારું પરિણામ
આ સાથે AIR-3610 રેન્ક મેળવી સુમને સાબિત કરી બતાવ્યું કે, મોટા શહેરોમાં કે મોટા ક્લાસિસમાં જવાથી જ NEETની EXAMમાં સારો સ્કોર કરી શકાય તેવું નથી. પરંતુ સાચી પદ્ધતિ અને સાચી દિશામાં કરેલી મહેનત અને શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન થકી સારું પરિણામ લાવી શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થિની અને શિક્ષકોએ પૂરું પાડી સ્કૂલ, પરિવાર અને ગોંડલનું ગૌરવ વધાર્યું છે.
ગોંડલના 6 વિદ્યાર્થીને મળ્યા 500થી વધુ માર્ક
આ ઉપરાંત નાના એવા ગોંડલ શહેરના ગંગોત્રી સ્કૂલના 6 વિદ્યાર્થીઓ 500થી વધુ માર્ક્સ મેળવવામાં સફળ રહ્યા છે.
પિતાનું નામ કર્યું રોશન
સુમનના પિતા અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા યોગ્ય અને સાચી દિશાનું માર્ગદર્શન તેમજ શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ અને મારી દીકરીની અથાક મહેનતનું આ પરિણામ છે. હવે તે એક ઉચ્ચ ડૉક્ટર બનવા ઈચ્છે છે. આવું સુંદર પરિણામ લાવનારી સુમનને સંસ્થાના ચેરમેન સંદીપ છોટાળાએ અભિનંદન પાઠવ્યા હતા.