રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત છેક છેવાળાના ગામ સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ નજીક આ સૌની યોજનાની પાઇપલાઇન જમીનમાંથી બહાર આવવાની ઘટના સામે આવી છે. રાજકોટના લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં આ ઘટના સર્જાઈ છે.
જો કે, મોટી મોટી પાઇપલાઇન જમીનમાંથી બહાર આવતા ગામના ખેડૂતોમાં પણ કુતુહલ જોવા મળી રહ્યું છે. તેમજ ગ્રામજનોમાં રોષ છે. પાઇપલાઇન બહાર આવી જતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ તો આ સમગ્ર ઘટનાની એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.