રાજકોટ : નવરાત્રીના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદાર આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેમજ તેઓ આજે રાજકોટ વાસીઓને ગરબે ઝૂમાવવાના છે. એવામાં ઈટીવી ભારત સાથે ઐશ્વર્યા મજમુદારે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હું આ વખતે નવરાત્રીની શરૂઆત રાજકોટથી કરવાની છું. જ્યારે ઘણા લાંબા સમય બાદ હું રાજકોટ ખાતે આવી છું અને રાજકોટવાસીઓને આજે મન ભરીને ઝૂમાવવાની છું.
હાલમાં અમારા રંગતાળીના જે ગરબા ખૂબ જ પ્રચલિત થયા છે તે તેમજ તાજેતરમાં જ મારા નવા જે ગીતો રિલીઝ થયા છે તે જેમાં બોલ મારી અંબે, હાઓ બાયું હાલો, બકા બકા આ બધા ખૂબ જ પોપ્યુલર ગીતો છે. જે અમે વર્ષોથી ગાતા આવ્યા છીએ અને લોકોને પણ આ ગીતો ખૂબ જ ગમે છે. જ્યારે આ ગીતો રાજકોટમાં પણ આજે સાંભળવા મળશે...ઐશ્વર્યા મજમુદાર ( ગાયિકા )
ખૂબ ઓછા સમયમાં થયા વિશ્વભરમાં પ્રસિદ્ધ : ઐશ્વર્યા મજમુદારે ખૂબ જ ઓછા સમયમાં વિશ્વભરમાં ગરબા ક્ષેત્રે ખૂબ જ નામના મેળવવી છે. રાજકોટમાં તેઓ એક ઇવેન્ટમાં ગરબા માટે આવી પહોંચ્યા હતાં. જ્યારે રાજકોટમાં આજે તેમનો લાઈવ ગરબાનો કાર્યક્રમ છે. ત્યારે રાજકોટવાસીઓને ગરબા ખેલવવા માટે ઐશ્વર્યા મજમુદાર પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ઐશ્વર્યા મજમુદાર જણાવ્યું હતું કે આ વખતે અમે અવનવા ગરબાની તૈયારીઓ કરી છે અને આજ સાંજની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આજે રાજકોટમાં ગ્રાઉન્ડ પર જે લોકો ગરબા રમવા આવ્યા હશે તેમને પણ મજા આવશે અને જે લોકો ગરબા જોવા આવ્યા છે તેમને પણ મજા આવશે તે પ્રકારની અમારી તૈયારીઓ છે.
ઐશ્વર્યાની નવરાત્રીની શરૂઆત રાજકોટથી : ઐશ્વર્યા મજમુદારે જણાવ્યું હતું કે મારી નવરાત્રીની શરૂઆત જ રાજકોટથી થઈ રહી છે એટલે કે આ વખતે અમે રાજકોટવાસીઓને રંગતાળી ગરબા રમાડશું. જ્યારે આજે રાજકોટના યોજનાર ઇવેન્ટમાં અંદાજિત 60 એક જેટલા અલગ અલગ પ્રકારના ગીતો અમે ગાવાના છીએ. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદાર રાજકોટના વિરાણી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વન ડે ગરબા ઇવેન્ટ માટે આવ્યા છે.