ETV Bharat / state

Navratri 2023 : ઉપલેટામાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન, ગાય માતાના લાભાર્થે 2 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ - ઉપલેટા એનિમલ હોસ્ટેલ કમિટી

રાજકોટના ઉપલેટામાં ગાય માતાના લાભાર્થે વિશેષ રૂપે અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાય માતાના લાભાર્થે થયેલ આ આયોજનમાં ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે ઝૂમી રહ્યાં છે. જુઓ આ વિશેષ અહેવાલ

Navratri 2023
Navratri 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 12:15 PM IST

Updated : Oct 21, 2023, 1:50 PM IST

ઉપલેટામાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન

રાજકોટ : ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ ગાયોના લાભાર્થે ઉપલેટાના શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ આયોજન ગાય માતાના લાભાર્થે વિશેષ રૂપે થતા આયોજકો, સેવકો, દાતાઓ, સહયોગીઓ અને ખાસ કરીને ખેલૈયાઓનો ખૂબ ઉત્સાહ સાથે સહકાર આપતા જોવા મળી રહ્યો છે. આ આયોજનમાં લોકો મન મૂકીને ફાળો આપી રહ્યા છે. ઉપરાંત ખેલૈયાઓ પણ ગાય માતાના લાભાર્થે બમણા ઉત્સાહ સાથે ઝૂમી રહ્યાં છે.

અર્વાચીન દાંડિયા મહોત્સવ : ઉપલેટામાં શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવતા આસપાસના વિસ્તારના ખેલૈયાઓને આ આયોજનમાં ભાગ લેવાનો પણ સારો મોકો મળે છે. ઉપરાંત ગરબામાં ભાગ લેનાર અને સારૂ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને ખૂબ સારા અને સુંદર પ્રોત્સાહિત અને આકર્ષક ભેટ તેમજ ઈનામો પણ આપવામાં આવે છે.

શ્રી ક્રિષ્ના ગ્રુપની સેવા : આ વર્ષે ગત વર્ષની જેમ સતત બીજી વખત શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રહેલી 800 જેટલી ગાય માતાના લાભાર્થે ગરબા આયોજન કરવામાં આવતા સહકાર આપનાર અને આર્થિક મદદ કરનારા સહયોગીઓ મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી તરફ ખેલૈયાઓ પણ ગાય માતાના લાભાર્થે આ વિશેષ આયોજનમાં ગરબા ગ્રાઉન્ડને ભરચક કરીને ઝૂમી રહ્યાં છે.

ગૌસેવા અર્થે વિશેષ આયોજન : ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીના પ્રમુખ પિયુષભાઈ માકડિયાએ જણાવ્યું હતું કે, શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાય માતાના નિભાવ માટે અને તેમની સારસંભાળ માટે થતા ખર્ચમાં સહયોગ મેળવવા માટે આ આયોજન કરવામાં આવે છે. જેમાં સતત બીજી વખત સુંદર આયોજન થતાં ગાય માતાના લાભાર્થે થયેલ આ સુંદર કાર્યને સૌ કોઈએ આવકાર્યુ છે. ખેલૈયાઓ પણ બમણા ઉત્સાહ સાથે ગરબે જુમી રહ્યા છે.

2 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ : શ્રી ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા દ્વારા આયોજિત અર્વાચીન દાંડિયા મહોત્સવના આયોજક સદસ્ય એવા ભાવેશભાઈ સુવાએ જણાવ્યું હતું કે, ઉપલેટામાં શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી ઉપલેટા શહેરમાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની અંદર ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા જોવા મળે છે. તેમજ આસપાસના વિસ્તારના ખેલૈયાઓ તેમજ દર્શકો આ આયોજનમાં ભાગ લેવા માટે સહભાગી બને છે. ત્યારે હાલ છેલ્લા બે વર્ષથી ગાય માતાની પાછળ થતા ખર્ચમાં સાથ અને સહકાર આપવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગત વર્ષે 70 લાખ કરતાં પણ વધારેની રકમ એકત્ર કરી ગાય માતાને અર્પણ કરાઈ હતી.

ખેલૈયાઓને પ્રોત્સાહન : આ વર્ષે પણ વધુને વધુ રકમ ગાય માતાના નિભાવ માટે એકત્રિત થાય તે માટેના કાયમી પ્રયત્નો રહેશે. એવા હેતુસર આ ખાસ અર્વાચીન દાંડિયા મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 17 વર્ષથી થતા આયોજનમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના ખેલૈયાઓ, દર્શકો અને કલાપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. જેમાં અર્વાચીન દાંડિયાના આ આયોજનમાં ભાગ લેનાર ખેલૈયાઓમાંથી સારૂ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને વિશેષરૂપે પ્રોત્સાહિત ઇનામો અને સન્માન આપવામાં આવે છે.

વિવિધ કાર્યક્રમનું આયોજન : ઉપલેટા શહેરમાં રખડતી અને રજડતી ગાયના નિભાવ માટે રોજના ત્રીસથી ચાલીસ હજાર જેટલો ખર્ચ થાય છે. તે ખર્ચને પહોંચી વળવા માટે અને ગાય માતા માટે કંઈક કરી છૂટવા માટે શ્રી ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી નવરાત્રી ઉત્સવ, શોભાયાત્રા, તુલસી વિવાહ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. દાતાઓ, સહયોગીઓ અને સેવકો દ્વારા ગાય માતાના લાભ માટે થઈ રહેલા આવા સુંદર આયોજનમાં તન, મન, ધનથી પૂરતો સાથ અને સહકાર આપી રહ્યા છે. જેમાં આ વર્ષે પણ સુંદર આયોજન થતાં આયોજકો, સહયોગીઓ અને ખાસ કરીને ખેલૈયાઓ જોડાઈ રહ્યા છે.

  1. Upleta News: ઉપલેટામાં ગધેડાએ બચ્ચાને જન્મ આપતા કરાયા અનોખી રીતે વધામણા
  2. નવરાત્રી મહોત્સવમાં ગરબીની બાળાઓને ભૂદેવ પરિવાર દ્વારા ભોજન અને લ્હાણીનું કરાયું આયોજન

Last Updated : Oct 21, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.