રાજકોટ: સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અંતર્ગત "રાષ્ટ્રીય દીકરી દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહિવટી તંત્ર "ડાન્સ વિથ ડોટર" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 વર્ષથી લઈને 10 વર્ષની ઉંમરની દીકરીઓના સંગાથે સંગીતના તાલે માતાઓ ઝુમી હતી.
![બેટી બચાઓ, બેટી પઢાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-33-danc-with-daughter-av-7211518_24012023214354_2401f_1674576834_572.jpg)
સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરાયા: આ કાર્યક્રમમાં 29 જેટલી નાની દીકરીઓએ તેમના માતા સાથે દેશભક્તિ, દીકરીને લગતા ગીતો ઉપર સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ અવનીબેન દવેએ પણ તેમની દીકરી સાથે મળી અદભુત પરફોર્મન્સ રજૂ કરી અન્ય માતા પિતાને પ્રેરણા પૂરી પાડી હતી. ડાન્સ પરફોર્મન્સની સાથે સાથે સમાજ કલ્યાણ કચેરી, સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભ્યમના અધિકારીઓ, કર્મચારીઓએ તેમની દીકરીઓ સાથે પ્રાઈડ વોક કર્યું હતું. નારી સંરક્ષણ ગૃહનાં અધિકારીઓએ પણ ગૃહમાં આશ્રય લેતા બહેનો સાથે પ્રાઈડ વોક કર્યું હતું.
![2 વર્ષથી લઈને 10 વર્ષની ઉંમરની દીકરીઓના સંગાથે સંગીતના તાલે માતાઓ ઝુમી હતી.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-33-danc-with-daughter-av-7211518_24012023214354_2401f_1674576834_407.jpg)
આ પણ વાંચો: શિક્ષણ અમારો અધિકાર છે, બેટી પઢાઓ બેટી બચાવો હમે એડમિશન ચાહિયે
બેટી બચાવો, બેટી પઢાઓ: આ પ્રસંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજનાને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ દ્વારા નાના બાળકોને સુપોષિત કરવાથી લઈને આરોગ્યની જાળવણી માટે સમયાંતરે સ્ક્રીનીંગ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
![નારી સંરક્ષણ ગૃહનાં અધિકારીઓએ પણ ગૃહમાં આશ્રય લેતા બહેનો સાથે પ્રાઈડ વોક કર્યું હતું.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-33-danc-with-daughter-av-7211518_24012023214354_2401f_1674576834_590.jpg)
બાળકને દત્તક આપવા માટે રાજકોટ ત્રીજા ક્રમે: તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શિશુ ભ્રુણ હત્યા અટકે તથા બાળકોને ત્યજી દેવાતા અટકાવી શકાય તે માટે વહીવટી તંત્ર નક્કર કામગીરી કરી રહી છે. ત્યજેલ બાળકોને નવો પરિવાર મળે તે માટે કાયદાકીય પ્રક્રિયા સાથે બાળકને દત્તક આપવા માટે રાજકોટ ત્રીજા ક્રમે છે. આવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
![29 જેટલી નાની દીકરીઓએ તેમના માતા સાથે દેશભક્તિ, દીકરીને લગતા ગીતો ઉપર સુંદર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-33-danc-with-daughter-av-7211518_24012023214354_2401f_1674576834_1094.jpg)
આ પણ વાંચો: Republic Day 2023: ભુજ સ્મૃતિવન ખાતે 74મા પ્રજાસત્તાક પર્વનું તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજાયું
સુવર્ણ પદક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાંથી દીકરીઓની સંખ્યા: કલેકટરવા વધુમાં જણાવ્યું કે તાજેતરમાં જ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુવર્ણ પદક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાંથી દીકરીઓની સંખ્યા વધુ હતી. જેના ઉપરથી કહી શકાય કે, દીકરીઓને યોગ્ય રાહ ચિંધાવામાં આવે તો ઝડપભેર આગળ વધી શકે તેમ છે. તેઓએ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દીકરીને વધાવીએ, દીકરીને ભણાવીએ, ઘરની લક્ષ્મી દેશની લક્ષ્મી બનીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવું સામર્થ્ય દરેક માતા - પિતાએ પ્રદાન કરવું જોઈએ.