ETV Bharat / state

Rajkot Crime News : રુપીયા કમાવા સાસુ-સસરાનું કરતુત, પુત્રવધુના ન્યૂડ વિડીયો બનાવ્યા અને પછી... - પોલીસ કાર્યવાહી

રાજકોટમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાસુ-સસરાએ પૈસા કમાવવાની લાયમાં પુત્રવધુના નગ્ન વિડીયો બનાવી વાયરલ કર્યા હતા. આ અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા હાલમાં ફરીયાદીના સાસુ-સસરા અને પતિને દબોચી લેવામાં આવ્યા છે. ફરીયાદીના જણાવ્યા અનુસાર તેને પોર્નોગ્રાફી વિડીયો જેમ નગ્ન અવસ્થામાં લાઈવ પણ કરવામાં આવતી હતી.

Rajkot Crime News
Rajkot Crime News
author img

By

Published : Aug 14, 2023, 6:16 PM IST

રુપીયા કમાવા સાસુ-સસરા કરતુત, પુત્રવધુના ન્યૂડ વિડીયો બનાવ્યા અને પછી...

રાજકોટ : રાજકોટના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ચકચારી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીના પતિ અને સાસુ-સસરા દ્વારા તેનો ન્યુડ વિડીયો બનાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પીડિતાના અનુસાર ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં અને ઓનલાઇન વાયરલ કરવામાં આવતા હતા. તેમજ અનેક વખત આ યુવતીને અલગ અલગ સોશિયલ સાઈટ ઉપર વેબ કેમ મારફતે લાઈવ પણ કરવામાં આવ્યું છે.

નરાધમ સાસુ-સસરા : સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી એક બનાવ ધ્યાનમાં આવ્યો છે. જેમાં ફરિયાદીએ સૌપ્રથમ લોકલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદી મહિલાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા.

ફરિયાદીનો એવો આરોપ છે કે, તેમના પતિ અને સાસુ-સસરાએ સાથે મળીને પોર્નોગ્રાફી વિડીયો બનાવતા હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે મજબૂર કર્યા હતા. જ્યારે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા પરણીતાના ઘણા બધા પોર્ન વિડીયો પણ ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ એડલ્ટ સર્વિસ સાઇટ હોય તેમાં વેબકેમ મારફતે લાઇવ પણ કરતા હતા.-- વિશાલ રબારી (ACP, રાજકોટ સાયબર ક્રાઇમ)

ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવતા : આરોપીઓ દ્વારા પરણીતાના ન્યુડ વિડીયો ઉતારવામાં આવતા હતા. તેમજ આ યુવતીને પોનોગ્રાફી એક્ટિવિટી કરતી હોય તેમ લાઈવ દેખાડવામાં આવતી હતી. આવી વેબસાઈટ મારફતે આરોપીઓનો મૂળ હેતુ પૈસા કમાવવાનો હતો. જ્યારે આ પરણીતાને અત્યાર સુધીમાં દસ વખત લાઈવ કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. આ પ્રવૃત્તિ માટે આરોપીઓને ટોકન સ્વરૂપે પૈસા મળવાના હતા. પરંતુ હજુ સુધી આ પૈસા મળ્યા નથી.

આરોપીઓનો હેતુ શું ? ભોગ બનનાર પરણીતાએ આરોપ કર્યો છે કે, તેનો પતિ બહાર હોટલમાં તેને લઈ જતો હતો. ત્યારબાદ વિદેશી યુવતીઓને હોટેલમાં બોલાવીને તેની સાથે આ પ્રકારે સેક્સ કરતો હતો. જ્યારે આરોપી પતિ વિદેશી યુવતીઓ સાથે જે પ્રકારે સેકસ કરતો તેમ પરણીતાને પણ કરવા માટે કહેતો હતો. હાલ આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કાર્યવાહી : ACP વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટના પોલીસ સમક્ષ આવતા પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ તેમના વિરુદ્ધ 376, 376 D, આઇપીસી 34, 114 અને આઈ.ટી એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની તપાસ શરૂ છે. પોલીસને આરોપીઓની ઘરમાંથી અલગ-અલગ પ્રકારના કપડાં, કોમ્પ્યુટર સિસ્ટમ અને કેટલાક ટોયસ સહિતની વસ્તુઓ બરામદ થઈ જેને કબજે કરી છે.

આરોપીઓ ઝડપાયા : આ સમગ્ર મામલે યુવતી દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ સાયબર ક્રાઈમનો મામલો હોવાના કારણે બાદમાં રાજકોટ સાયબર ક્રાઈમ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે રાજકોટ પોલીસે આરોપી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરીને હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પતિ, સાસુ અને સસરા દ્વારા પરણીતાના પોર્ન વીડિયો ઉતારીને સોશિયલ સાઈટ ઉપર ઓનલાઈન અપલોડ કરવાની વાત સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

  1. Rajkot Crime News : રાજકોટમાં બોયઝ હોસ્ટેલના સંચાલક અને સ્થાનિકો વચ્ચે બબાલ
  2. Rajkot Crime News : મહિલા પોલીસ કર્મીનો ગામના વ્યક્તિ સાથે બવાલનો વાયરલ વિડિયો, શું છે હકીકત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.