ETV Bharat / state

રાજકોટ મનપાની સફાઈ કર્મચારીઓની ભરતીમાં 300થી વધુ ઉમેદવારોનો મેળો, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - સોશિયલ ડિસ્ટન્સનું ભંગ

રાજકોટ મનપા દ્વારા હાલ કોર્પોરેશનમાં 452 જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેને લઈને આજે પ્રથમ દિવસે જ 300થી વધુ નોકરી ઈચ્છુક ઉમેદવારો કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને નોકરી માટે લાંબી લાઈન લગાવી હતી. જેને પગલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.ત્યારે મનપા ઓફીસ ખાતે જ સોશિયલ ડિસ્ટન્સનો પાલન ન થતા શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

સોશિયલ ડિસ્ટન્સ
સોશિયલ ડિસ્ટન્સ
author img

By

Published : Jul 21, 2020, 10:26 PM IST

રાજકોટઃ કોરોના વાઇરસના કારણે વિશ્વમાં લાખો લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં કોરોના વાઇરસનો ચેપ ન ફેલાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ તરફ રાજકોટ મનપા કચેરીમાં જ સફાઈ કામદારની ભરતી માટે આવી પહોંચેલા ઉમેદવારો જ જાણે કોરોના વાઇરસને આમંત્રણ આપતા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.

રાજકોટ મનપા દ્વારા હાલ કોર્પોરેશનમાં 452 જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે, જેને લઈને આજે પ્રથમ દિવસે જ 300થી વધુ નોકરી ઈચ્છુક ઉમેદવારો કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને નોકરી માટે લાંબી લાઈન લગાવી હતી.

મહાનગરપાલિકામાં જ 309થી વધુ ઉમેદવારો આવી ચડતા કોઈ પણ વ્યવસ્થાના અભાવે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જ્યારે આ પ્રકારની ઘટનાથી રાજકોટ શહેરમાં ખૂબ જ સહેલાઈથી કોરોના વાઇરસ ફેલાવાની શકયતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે ખુદ મનપા જ રાજકોટમાં લોકો માસ્ક ન પહેર્યા હોય અથવા દુકાનો પર ભીડ એકઠી થાય ત્યારે દંડ ઉઘરાવા અને દુકાનો સિલ કરવાની કાર્યવાહી કરે છે ત્યારે મનપા ઓફીસ ખાતે જ સોશિયલ ડિસ્ટન્સનો પાલન ન થતા શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.