રાજકોટઃ કોરોના વાઇરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાઇરસના સંક્રમણના લક્ષણો જણાય કે, તુરંત જરૂરી સારવાર શરૂ કરી શકાય તો સંક્રમણને આગળ વધતું રોકી શકાય છે. જેના પગલે જિલ્લાના નાગરીકોની આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં 11 ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
જે પૈકી 6 દર્દીઓ શંકાસ્પદ જણાતાં તેમને રીફર કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત બ્લડ પ્રેશરના 54 અને ડાયાબિટીઝના 83 દર્દીઓની પણ પ્રાથમિક સારવાર કરાઈ હતી. તથા લોકોમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચાવ અર્થે ઇમ્યુનિટી વધારવા હોમીયોપેથી દવાઓ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાયું હતું.
હાલ ધનવંતરી આરોગ્ય રથ દ્વારા ખાસ કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં આવતા આ વિસ્તારમાં આયુર્વેદીક ડોકટર, હોમીયોપેથી ડોકટર અને ફીમેલ હેલ્થ વર્કરના સમાવેશ સાથેની ટીમો પણ કાર્યરત છે. જેના દ્વારા કુટુંબોને હોમીયોપેથી દવાઓ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ સાથે કોરોના મહામારીમાં બચાવ અર્થે સલામતી એજ સાવચેતી બાબતે સાવચેતીના લેવાના થતાં પગલાંઓથી અવગત કરાયા હતા.