રાજકોટ: રાજ્યના પોલીસવડા દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં નોકરી કરતા TRB જવાનોને છુટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ કરતાં વધારે સમય તેમજ પાંચ વર્ષ કરતાં વધારે સમયથી ફરજ બજાવતા TRB જવાનોને છૂટા કરવામાં આવનાર છે. રાજકોટમાં આ પ્રકારના 150 કરતાં વધુ જવાનો ફરજ બજાવે છે. જેમને તબક્કાવાર છુટા કરવામાં આવશે. જોકે આ 150 કરતાં વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજમુક્ત થશે છતાં પણ રાજકોટમાં ટ્રાફિકની કોઈપણ સમસ્યા સર્જાશે નહીં તેવી વાત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
નવા TRB જવાનોની ભરતી: રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની માનવામાં આવે જ્યારે સૌરાષ્ટ્રભરમાંથી મોટા પ્રમાણમાં લોકો અહીં કામધંધા અર્થે આવતા હોય છે. એવામાં રાજકોટના વિકાસની સાથે તેના વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિકની સમસ્યા છે. જ્યારે હાલમાં 150 કરતાં વધુ ટીઆરબી જવાનો છુટા થવાના છે. ત્યારે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે 50 જેટલા નવા ભરતી થયેલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક વિભાગમાં નિમણૂક આપવામાં આવશે અને આ સાથે જ TRB જવાનોની પણ ભરતી કરવામાં આવશે. જેના કારણે રાજકોટની ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળી શકાય. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે નહિ.
રાજ્યના પોલીસવડાના આદેશનું પાલન કરવામાં આવનાર છે. એવામાં રાજકોટમાં છેલ્લા 10 વર્ષ અને 5 વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા ટ્રાફિક જવાનોની સંખ્યા 150 જેટલી થવા પામી છે. આ તમામ લોકોને તબક્કાવાર છૂટા કરવામાં આવશે. જ્યારે આગામી દિવસોમાં ટ્રાફિકને બ્રિગેડના જવાનોની ભરતી પણ કરવામાં આવનાર છે. આ સાથે જ ટ્રાફિક બિગેડના જવાનો જ્યારે છુટ્ટા થશે તેની સામે રાજકોટ પોલીસના નવા કર્મચારીઓ પણ મળવાના છે. જેના કારણે રાજકોટમાં કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા પહોંચી વળવા માટે રાજકોટ પોલીસ સજ્જ છે. - જે બી ગઢવી, ACP, રાજકોટ ટ્રાફિક પોલીસ