રાજકોટઃ ઉપલેટામાં બેનના ઘરે આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા બંનેને રાજકોટ લઈ જવામાં આવ્યાં હતા. આ પતિ-પત્નિ અમદાવાદથી 27 મેના રોજ ઉપલેટા આવ્યાં હતા. બેનના ઘરે આવેલા દંપતિના પરિવારના અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે. આ સાથે જ આ વિસ્તારને સાફ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
ઉપલેટાના મામલતદાર, રાજકોટ જિલ્લા આરોગ્ય ડો મિતેષ ભંડેરી સહિતની ટીમ અને જેતપુર ASP સાગર બાગમાર સહિત ઉપલેટા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જામકંડોરણાના જામદાદર ગામે રહેતો દસ વર્ષના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે.