કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઈમ્સ બનાવવાની જાહેરાત કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયા ખાતે એઈમ્સ માટેની જમીનની ફાળવણી કરવામા આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારની ટિમ દ્વારા સ્થળની મુલાકાત કરી અહીં એઈમ્સ બનવા માટેની મોહર મારી આપી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા એઇમ્સના વિવિધ કામોની પ્રક્રિયા અટકાઈ હતી. જેને લઈને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એઈમ્સ બનાવવાની ગતિવિધિઓને તેજ કરવામાં આવી છે. જેને લઈને જ્યાં એઇમ્સ બનાવવામાં આવવાની છે. તે જમીનને ખુલ્લી કરી ત્યાં વીજ પોલ નાખવાની કામગીરીમાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. આ સાથે જ અહીં બાંધકામ સહિતના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ ભાજપ દ્વારા એઇમ્સનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈને PMO માંથી તારીખ પણ મંગાવવામાં આવી છે. જેને લઇને આગામી 30 જૂનની આસપાસ પીએમ મોદી રાજકોટ ખાતે આવી શકે છે.