ધ્વજારોહણનો કાર્યક્રમ કરી ધોરાજીના તમામ ઉજવણી સ્થળે તિરંગાને સલામી અપાઈ હતી અને દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજી- પલેટા ધારાસભ્ય લલિત વસોયાએ પણ ભગવતસિંહજી હાઈસ્કુલ, તિરંગાચોક અને ચમાલીપા ખાતે પણ ધ્વજ લહેરાવ્યો હતો અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી આપી લઘુમતિ સમાજનાં ભાઈઓ-બહેનો અને બાળકો દ્વારા ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, 125 કરોડ દેશવાસીઓ એવાં ભારતીઓનો આ દેશ છે. આ દેશ મા દરેક નાગરિકો માટે કાયદાઓમાં તથા સંવિધાનમાં કોઈ પણ પ્રકારના ફેરફારો નથી. ત્યારે લોકો દ્વારા સમાજનું વિભાજન કરવાની પ્રવૃતિ ન કરવામાં આવે અને આવી પ્રવૃતિને ઉગતિ જ ડામી દેવામાં આવે તેવી અપીલ કરી હતી.