- ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી મામલે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરાઇ
- 8 ટ્રક સહિત 1.16 કરોડનો મુદ્દામાલ સિઝ
રાજકોટ : ધોરાજી ઉપલેટા વિસ્તારમાં નાયબ કલેક્ટર અને નાયબ પોલીસ વડા મામલતદારની ટીમે ખનીજ ચોરી મામલે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં 8 ડમ્પર સહિત રૂપિયા 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વેણુ નદીમાંથી ખનીજ ચોરીની મળી હતી ફરિયાદ
ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર મોજ વેણુ નદીઓમાંથી વ્યાપક ખનીજ ચોરીની ફરિયાદોના પગલે ધોરાજી નાયબ કલેક્ટર જી.વી. મિયાણી જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમાર, ધોરાજી મામલતદાર જોલપરા, ઉપલેટા મામલતદાર માવદીયા, સહિતના અધિકારીઓની ટીમે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને ધોરાજી ઉપલેટા વિસ્તારના અલગ-અલગ રોડ પરથી રેતી ખનીજ ભરેલા ઓવરલોડ અને રોયલ્ટી વિના 8 ટ્રક સહિતનો 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.