રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઈવે પર અણીયારા ગામના પુલ પાસે દૂધ ભરેલો ટેમ્પાના બન્ને વ્હીલ ચાલુ ગાડીએ છુટા પડી ગયા હતા. જેના કારણે ટેમ્પો પલટી મારી ગયો હતો અને રસ્તા પર દૂધની રેલમછેલ થઇ હતી.
![રાજકોટ-ભાવનગર હાઈવે પર દૂધ ભરેલો ટેમ્પો પલટી ગયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-aniyara-milk-trak-palti-photo-gj10022_03092020153927_0309f_1599127767_721.jpg)
આ ઘટનામાં 2 વ્યકિત ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પો દૂધ ભરીને સરધારથી રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ટેમ્પામાંથી દૂધ ઢોળાતા રસ્તા પર દૂધના ખાબોચિયા ભરાયા હતા.
![રાજકોટ-ભાવનગર હાઈવે પર દૂધ ભરેલો ટેમ્પો પલટી ગયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-aniyara-milk-trak-palti-photo-gj10022_03092020153927_0309f_1599127767_86.jpg)