રાજકોટ: જન્માષ્ટમીના તહેવારના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં જન્માષ્ટમીની રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં પાંચ દિવસ સુધી તમામ ઉદ્યોગ ધંધા બંધ રાખવામાં આવે છે અને પાંચ દિવસ સુધી તમામ નાના મોટા સૌ કોઈ તહેવારની મજા માણે છે. એવામાં જન્માષ્ટમી નિમિતે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાનાર છે. ત્યારે આ લોકમેળા પાંચ દિવસમાં અંદાજિત 10 લાખથી વધુ લોકો આવતા હોય છે. જેને લઇને હાલ મેળા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રાજકોટના મેળામાં વિવિધ રાઈડ્સ વાળાઓ પણ આવી ગયા છે અને તેમને રાઇડસ ઊભી કરવાનું કામ શરૂ કર્યું છે.
" અહીં મેળાના અમે ખૂબ જ વખાણ સાંભળ્યા હતા અને જાણવા મળ્યું હતું કે અહીંયા વેપાર સારો થાય છે. તેમજ સરકાર દ્વારા રાઇડસામાલિકોને સારી સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે અને આ વર્ષે પ્રથમ વખત આવ્યા છીએ પરંતુ અમારી વિસ્તારના રાઇડસના સંચાલકો અહી આવે છે તેમને અમને જણાવ્યું હતું કે જન્માષ્ટમીમાં રાજકોટમાં સૌથી મોટો લોકમેળો યોજાય છે અને અહીંયા વેપાર પણ સારો થાય છે. જ્યારે અમે રાજકોટમાં પ્રથમ વખત આવ્યા છીએ પરંતુ આ અગાઉ અમે ભારતના જે જે રાજ્યોમાં મેળા થયા છે ત્યાં મોટાભાગના વિસ્તારમાં ગયા છીએ. રાજકોટમાં પણ અમને સારો વેપાર થવાની આશા છે." - ફકીર મહોમદ, રાઈડ્સ સંચાલક
5 તારીખે મેળો ખુલ્લો મુકાશે: જ્યારે આ લોકમેળાના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકમેળો 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ સુધી ચાલશે. ત્યારે આ વર્ષે લોકમેળામાં અંદાજિત 10 થી 12 લાખ લોકો ઉમટી પડે તેવી પણ શક્યતાઓ છે. લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે.