રાજકોટ રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ (Menace of Stray Cattle in Rajkot )યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના મવડી વિસ્તારમાં ત્રણ મહિલા કોસ્ટેબલને ગાય દ્વારા હડફેટે લેવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલો ઇજાગ્રસ્ત ( Rajkot Police employee injured ) થતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital ) ખસેડવામાં આવી છે. આ ઘટના જ્યારે બની જ્યારે મહિલા પોલીસ કોસ્ટેબલ મવડી હેડ કવાર્ટર ખાતે પરેડ પૂરી કરીને ઘર તરફ જઈ રહી હતી. જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતા ફરી એકવાર મનપા તંત્રની ઢોર પકડ કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો BRTS કોરિડોરમાં અકસ્માત, ખાનગી વાહનચાલકે મહિલાને હડફેટે લીધી
ત્રણ મહિલા પોલીસ કર્મીઓને ગાયે હડફેટે લીધી સવારના સમયે રાજકોટના મવડી પોલીસ હેડ કવાર્ટરમાં મહિલા પોલીસ કોસ્ટેબલ પોતાની પરેડ પૂર્ણ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એક કૂતરું ભસતા રસ્તા લર રહેલી ગાય ભડકી હતી અને અચાનક દોડી હતી જેની હડફેટે (Menace of Stray Cattle in Rajkot )આ બે મહિલા કોન્સ્ટેબલો આવી ગઈ હતી અને ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે રસ્તા ઉપર ચાલીને જઈ રહેલા એક અન્ય મહિલા પોલીસ કોસ્ટેબલ પણ આ ઘટનાનો શિકાર બન્યા હતાં. તમામ મહિલા કોન્સ્ટેબલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ પણ વાંચો વાંકાનેરમાં આખલાનો આતંક, એકટીવા સવાર મહિલાને હડફેટે લીધી... વીડિયો વાઈરલ
નિવૃત આર્મીમેનને લીધા હતા હડફેટે રખડતા ઢોરના ત્રાસના (Menace of Stray Cattle in Rajkot )કારણે મહિલા કોસ્ટેબલ પૂજા સદાદીયા અને ગાયત્રી દેવમુરારી ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા દિવસ અગાઉ એક નિવૃત્ત આર્મીમેન અને તેમના પૌત્રને ભોમેશ્વર વિસ્તારમાં ગાય દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે ફરી આ પ્રકારની ઘટના રાજકોટમાં સામે આવતા કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.