રાજકોટઃ કોરોના વાઈરસને કારણે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે, ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા વેપારીઓ માટે મેડિકલ સ્ક્રિનિંગ કરાવવું ફરજીયાત હોવાનો વીડિયો જાહેર કર્યો છે.
ગોંડલ નગરપાલિકા દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાંં જણાવાયું છે કે, ગોંડલ શહેરમાં હવેથી નાની-મોટી દુકાનના માલિકો તથા સુપરમાર્કેટ સંચાલકો અને કર્મચારીઓ તેમજ વેપારી ભાઈઓ તથા ફેરિયા ભાઈઓ-બહેનો માટે "મેડિકલ સ્ક્રિનિંગ" કરાવવું ફરજીયાત રહેશે.
લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ કર્યા બાદ તેમને "હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ" આપવામાં આવશે. આ સાથે જ જેમની પાસે "હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ" નહી હોય તે લોકો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકશે નહી.