રાજકોટઃ શહેર ભાજપના નવા કાર્યાલયના નિર્માણ માટે સોમવારના રોજ CM વિજય રૂપાણીના હસ્તે ઓનલાઈન ભૂમિપૂજન કરાયું હતું. ખાતમુહૂર્ત દરમિયાન અચાનક મેયર બીના આચાર્ય સહિતના ભાજપ મહિલા આગેવાનો એક નાના સ્ટેજ પર ઉભા હતા. જેનું પાટિયું અચાનક નમી ગયું હતું. જેથી મેયર બીના આચાર્ય સહિતના ભાજપ મહિલા આગેવાનો લપસ્યાં હતા.
જો કે, ઘટના દરમિયાન કોઈને પણ ઇજા થઇ નહોતી, પરંતુ ભાજપ કાર્યાલયના ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના અભાવના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.