રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં જરૂરિયાતમંદ તથા કોરોના વોરિયર્સને વિનામૂલ્યે માસ્ક આપવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી, લાયન્સ ક્લબ ધોરાજી તથા અન્ય સંસ્થાઓ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ધોરાજી વિસ્તારમાં, સરકારી હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનમાં કોરોના વોરિયર્સની ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ. જયેશ વસેટિયા, ડૉ. રાજ બેરા તથા હોસ્પિટલના કર્મચારીઓને પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં રાજુભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, દિનેશભાઈ ઠુંમર, જનકભાઈ હિરપરા, ધીરેનભાઈ વૈષ્ણવ, પ્રફુલભાઈ સમીરભાઈ, ભાસ્કરભાઈ, યસભાઈ અને સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા માસ્ક વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.